અગાઉ મૂર્તિઓ ખુલ્લી મુકાઈ ગઈ હતી, ફરી કેમ ઢાંકી દેવાઈ, તે સૌથી મોટો સવાલ.? સિહોર કોંગ્રેસે કહ્યું અટલ ભવન રાજકીય કાવાદાવાનો અખાડો બની ગયું છે

હરેશ પવાર
સિહોર નગરપાલિકા હવે અટલ ભવન તરીકે ઓળખીય છે જેમાં મુકવામાં આવેલી બે મહાર્થીઓની મૂર્તિને ખુલ્લી મુકવા કોંગ્રેસ દ્વારા માંગ કરી છે અને અન્યથા આંદોલન કરશું તેવું કોંગ્રેસ દ્વારા કહેવાયું છે જોકે કોંગ્રેસ દ્વારા દર વખતે રજુઆત કરતી વેળાએ આંદોલન કરવાની ચીમકીઓ ઉચ્ચારાતી હોઈ છે પરંતુ આજ સુધી ચીમકીને પડકાર સમજી એક પણ વખત કોંગ્રેસ મેદાનમાં આવી હોય તેવી દાખલો નથી..ખેર એ વાતમાં બહુ નહિ પડવું નથી પરંતુ અટલ ભવનની મૂર્તિઓના પડદા એક વખત ખુલ્લી ગયા પછી એમને ઠાકવાનો કોઈ મતલબ સમજાવી શકે.. એ વાતમાં પણ આપડે નહિ પડવું..નગરપાલિકાનો મામલો છે એ સમજી લેશે..

આજે કોંગ્રેસે આવેદન આપ્યું કે અટલ ભવન રાજકીય અખાડો બની ચૂક્યું છે અને આ રાજકીય કાવાદાવા મા ભારત ને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી બાજપાઈ ની મુતીઁ પણ આ કાવાદાવા ની ભેટ ચડી છે બન્ને મહાનુભાવો ની મૂર્તિઓ જાહેર મા ખુલ્લી મુકાઇ અને લોકો એ દર્શન પણ કર્યા પછી શુ જાણે શુ થયુ આ મુતીઁઓ ઢાંકી દેવામાં આવી અને હવે આપણે મહાત્મા ગાંધીજી ની ૧૦૦ મી જન્મજયંતિ ઉજવવા જઇ રહયા છીએ તે પહેલા આ યુગ પુરૂષની મુર્તિ જાહેર જનતા માટે ખુલ્લી મુકવા કોંગ્રેસ દ્વારા માંગ કરી છે અન્યથા આંદોલન માટેની પણ ચીમકી કોંગ્રેસ દ્વારા ઉચ્ચારી છે અહીં જયદિપસિંહ ગોહિલતથા કિણભાઈ ઘેલડા સહિત આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here