શહેર માટે ખૂબ ગંભીર બાબતો બની રહી છે, શાસકોને ગંભીરતા જેવું કશું નથી, રાત્રીના દરવાજાઓ ખુલ્લી જવાનું કારણ શું.? અજાણ્યા શખ્સો દ્વારા કૃત્ય થયેલું છે પોલીસમાં ફરિયાદ કરો : મુકેશ જાની


હરેશ પવાર : બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર માટે ગતરાત્રીના અતિ ગંભીર કહી શકાય તેવી ઘટના બની છે ગૌતમેશ્વર તળાવના દરવાજા કોઈ શખ્સ દ્વારા ખોલી નખાયા બાદ હજારો લાખ્ખો ગેલન પાણી વહી જતા સમગ્ર મામલે વિપક્ષ મેદાનમાં આવ્યું છે ચાલુ વર્ષ દરમ્યાન ચોમાસા સત્રના અંત સુધીમાં ગૌતમેશ્વર તળાવ ઓવરફલો થતા સિહોરની જનતા હરખઘેલી બની ગયેલ . પરંતુ નગરપાલિકાના શાસક પક્ષની અણઆવડતને કારણે અગાઉ ગત વર્ષે જે બીના બની હતી અને સતત વરસાદ આવવાને લઈને ૩ થી ૪ વખત નગરપાલિકાનું તળાવ ઓવરફલો થયેલ જે તે સમયે સમયસર નગર પાલિકાના બાવન બારણાની માવજત થવી જોઈએ તે થઈ નહી તેના કારણે દરવાજા આપોઆપ ખોલ બંધ થતા હતા . જેને લઈને તે સમયે પણ લાખો ગેલન પાણી ગૌતમી નદીમાં વહી જવા પામેલ .

તે સમયે શાસકોનું આ બાબતે ધ્યાન દોરતાં ભવિષ્યમાં આ દરવાજાઓની માવજત લેવામાં આવશે . તેવી હૈયાધારણા આપવામાં આવેલ . પરંતુ આ નગરપાલિકામાં એક સાંધે ત્યાં તેર તુટે તેવો ઘાટ હાલના શાસકોનો છે . અને આ વર્ષે પણ ચોમાસા સત્ર પહેલાં દરવાજાઓને ગ્રીસીંગ કે રીબીન બદલાવવા જેવી કોઈ બાબત હોય તો ટેકનીશીયનને બતાવી અને તેની માવજત કરવી જોઈએ . પણ સત્તામાં મદ બનેલા શાસકોને આ બાબતની ગંભીરતા લીધેલ નથી . તેમજ રાત્રીના સુમારે ઉપરવાસમાં કોઈપણ જાતનો વરસાદ ન હોય તેમછતા પાણીનું કોઈ દબાણ પણ ન હતું અને રાત્રીના સમયે આ દરવાજા ખુલ્લી જવાનું કારણ શું ? કે કોઈ અજાણ્યા શખ્ખો ધ્વારા આ કૃત્ય કરવામાં આવેલ છે . તે તપાસ માંગી લેતો વિષય છે.

હાલમાં અંદાજે એકાદ ફુટ જેટલું પાણી એટલે કે દોઢ માસ સુધી ચાલે તેટલું પાણી વહી જવા પામેલ છે . રાત્રીના શાસકપક્ષના આગેવાનોએ જઈને પોલીસ કાફલા સાથે આ દરવાજા બંધ કરવા મહેનત કરેલ છે . પણ ઘોડા છૂટયા પછી તબેલે તાળા મારવાથી શું ? જો અગાઉથી આ બાબતની ગંભીરતા અને તકેદારી લીધી હોત તો આવી બીના બને જ નહી . ઉપરોકત બાબતની ગંભરતાને ધ્યાનમાં લઈ આપના સ્તરેથી આ અંગેની તપાસ થવી જોઈએ તેમજ કસુરવારોના વિરૂધ્ધમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી કાયદેસરના પગલાં લેવા માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here