ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે આપ પાર્ટીના નેતાઓએ કાર્યકરોની મળેલી અગત્યની બેઠકમાં મહેશ સવાણીની ખાસ ઉપસ્થિતિ : મહેશ સવાણી સિહોરની બજારોમાં ચાલી નીકળ્યા : માસ્ક વિતરણ કર્યું

બ્રિજેશ ગોસ્વામી : હરિશ પવાર
સિહોરના ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે આમ આદમી પાર્ટીની એક અગત્યની સમિક્ષા બેઠક મળી હતી આ બેઠકમાં સિહોર શહેર તેમજ તાલુકા અને જિલ્લા ટિમોને અલગ-અલગ પ્રદેશ નેતાઓ દ્વારા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આપના નેતા મહેશ સવાણી સહિતના આપ અગ્રણીઓએ શહેરમાં માસ્ક વિતરણ કર્યું હતું.

આ બેઠકમાં મહેશ સવાણી અને રાજભા ઝાલા તેમજ જિલ્લા પ્રમુખ હસમુખ દોમડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંગઠન મજબૂતી માટેની વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી આગામી વિધાનસભા ચૂંટણી માટે મહત્વપૂર્ણ સમીક્ષા કરી દરેક આગેવાન કાર્યકરને એક જૂથ થઈ લડવા આહવાન કરાયું હતું ૨૦૨૨ વિધાનસભાની સમીક્ષા બેઠકમાં આવેલા આપના નેતા મહેશ સવાણીએ સિહોરના લોકોને કોરોનાથી બચવા માસ્‍ક પહેરાવ્‍યા હતા.

આપણે જોઇએ છીએ તેમ અવાર નવાર મોટા નેતાઓ આવે ત્‍યારે લોકોને પોતાના પક્ષનો ખેસ પહેરાવતા નજરે પડતા હોય છે. પણ સિહોર પધારેલ સમાજ સેવક અને આપના નેતા નેતા મહેશ સવાણીએ લોકોના આરોગ્‍યને ધ્‍યાનમાં રાખી ખેસને બદલે માસ્‍ક પહેરાવ્‍યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here