વળાવડી મંદિર ખાતે યોજાશે કાર્યક્રમ, અમિત ચાવડા સહિત કોંગ્રેસના દિગ્ગજો રહેશે ઉપસ્થિત, કાર્યક્રમને લઈ સ્થાનિક આગેવાનોની બેઠક મળી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ખાતે સોમવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની હાજરીમાં સંવાદ કાર્યક્રમ યોજાશે કાર્યક્રમને લઈ સ્થાનિક કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ થયો છે સમગ્ર રાજયમાં કોંગ્રેસના બે મુખ્ય નેતાઓ અમિત ચાવડા અને પરેશ ધાનાણી કોંગ્રેસી કાર્યકરો સાથે કાર્યક્રમ કરીને સંવાદ કરી રહ્યા છે અગાઉ થોડા દિવસ પહેલા વિપક્ષી નેતા પરેશ ધાનાણી દ્વારા ગારીયાધાર તળાજા ભાવનગર વરતેજ ઘોઘા ખાતે સંવાદ કાર્યક્રમમાં હાજરી આપીને છેવાડા કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો ત્યારે ગુજરાત કોંગ્રેસના અમિત ચાવડા સોમવારે બપોરના ૩ કલાકે સિહોરના વળાવડ ગામે વળાવડી માતા મંદિર ખાતે ઉપસ્થિત રહેશે.

જેમાં જિલ્લા પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ પૂર્વ જિલ્લા પ્રમુખ મેહુરભાઈ લવતુકા તેમજ સંવાદ કાર્યક્રમમાં અપેક્ષિત જિલ્લા તાલુકા શહેર અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણી લડેલા તમામ આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આ સંદર્ભે કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક કોંગ્રેસ આગેવાનોએ બેઠકો અને મિટિંગોનો દોર શરૂ કર્યો છે આજે તાલુકા કચેરી ખાતે સ્થાનિક કોંગ્રેસની બેઠક મળી હતી જેમાં કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી અહીં બેઠકમાં કાંતિભાઈ ચૌહાણ, દિલીપભાઈ પરમાર, પ્રતાપભાઈ બોરડી, અમિતભાઈ લવતુકા, ગોકુળભાઈ આલ, જયદીપસિંહ ગોહિલ, કિરણભાઈ ઘેલડા મુકેશ જાની સહિત આગેવાનો ઉપસ્થિત રહીને સોમવારે યોજાનારા કાર્યક્રમ અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here