ગોરધનભાઇ ઝડફિયાની અધ્યક્ષતામાં યોજાયો સમારોહ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખનું કરાયું અભિવાદન, મોટી સંખ્યામાં કાર્યકરો અભિવાદન સમારોહમાં જોડાયા.


હરેશ પવાર : દેવરાજ બુધેલીયા
સિહોર ખાતે ભારતીય જનતા પાર્ટીના તાજેતરમાં સંગઠનમાં વરણી કરાયેલા તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓના અભિવાદનનો કાર્યક્રમ યોજાયો હતો.પૂર્વ રાજ્ય ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા ડો.ભારતીબેન શિયાળ,જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયા તેમજ ગઢડા બેઠક પરથી જંગી બહુમતીથી ચૂંટાયેલા આત્મારામ પરમાર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરતા મહેન્દ્રસિંહ સરવૈયાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.સવંત ૨૦૭૭ ના પ્રારંભે ભાવનગરના સિહોર ખાતે ભાવનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન અને અભિવાદનનો કાર્યક્રમ યોજાયો હતો.

પૂર્વ રાજ્ય ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ અભિવાદન સમારોહમાં ભાવનગરના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી પામેલા ડો.ભારતીબેન શિયાળ,ગઢડા બેઠક પર પેટા ચૂંટણીમાં જંગી લીડથી વિજેતા બનેલા ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર,નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયા,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા,પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા,મહુવાના ધારાસભ્ય રાઘવજી મકવાણા, ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તેમજ સંગઠનના હોદ્દેદારો તેમજ ખુબજ મોટી સંખ્યામાં પુરુષ અને મહિલા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે કાર્યરત ભારતીય જનતા પાર્ટીનો ઝંડો સમગ્ર દેશભરમાં વધુને વધુ વિસ્તરી રહ્યો છે અને કાર્યકરોની ફૌજ તેમને સોંપેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે જેમાં કાર્યકાળ પૂર્ણ થતાં અન્ય કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવે છે જે સંગઠનની કામગીરીનો એક ભાગ છે અને જેની કામગીરીની ફલશ્રુતિ દિવાળી પહેલાની બિહારની ચૂંટણી અને ગુજરાત સહિતના અન્ય રાજ્યોની પેટાચૂંટણીના પરિણામો નજરે પડી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસશીલ નેતૃત્વમાં લોકોનો વિશ્વાસ એજ ભારતીય જનતા પાર્ટીની સિદ્ધિ છે.

અભિવાદન સમારોહમાં ભારતીબેન શિયાળ,આત્મારામભાઈ પરમાર તેમજ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયાનું કાર્યકરો દ્વારા ફુલહાર,શાલ,મોમેન્ટો અર્પણ કરી વિશિષ્ટ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગઢડા વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જંગી લીડથી જીત એ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની મહેનતનું પરીણામ છે તેવું ગોરધનભાઈ ઝડફિયાએ જણાવ્યું હતું સંગઠનમાં ૩ વર્ષે હોદ્દેદારની નિયુક્તિ કરવામાં આવે છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પદની જવાબદારી જેના શિરે આવી છે એવા મુકેશભાઈ એ કહ્યું કે તેઓ તેમના કાર્યકાળ દરમ્યાન જિલ્લાના કામોને વેગ આપશે તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here