પ્રમુખની નિમણુંક નહિ થતા સંગઠનનો ઉત્સાહ ઓરસાયો, પ્રમુખ કોણ બનશે.? જુદા જુદા નામોની ચર્ચાઓ યથાવત

હરેશ પવાર
આશરે અઢી માસ પૂર્વે ભાજપનુ સંગઠન પર્વ ચાલી રહ્યુ હતુ તેથી સિહોર શહેર અને તાલુકા પ્રમુખની નિમણુંકની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ કારણસર પ્રમુખની નિમણુંકમાં લાંબા સમયથી વિલંબ થઈ રહ્યો છે. પ્રમુખની નિમણુંકનુ કોકડુ ફરી ગુચવાયુ હોવાની ચર્ચા ભાજપ અગ્રણી-કાર્યકરોમાં થઈ રહી છે. સિહોર ભાજપ શહેર અને તાલુકા પ્રમુખ બનવા માટે ઘણા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે પરંતુ પ્રમુખની નિમણુંક જ લાંબા સમયથી નહી થતા દાવેદારો પણ રાહ જોઈને થાકી ગયા હોવાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.

સિહોર શહેર ભાજપ પ્રમુખ બનવા માટે ૧૧ થી ૧૨ અગ્રણીએ દાવેદારી કરી હતી અગાઉ જિલ્લાના વિવિધ મથકો પર પ્રમુખોની નિમણૂકો થઈ તે અરસામાં એવું જણાતું હતું કે થોડા દિવસમાં સિહોરમાં પણ પ્રમુખની નિમણુંક થઈ જશે તેવી ભાજપ અગ્રણી-કાર્યકરોમાં ચર્ચા હતી પરંતુ ખાસા સમય બાદ હજુ સુધી પ્રમુખની નિમણુંકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તેથી ભાજપ અગ્રણી-કાર્યકર પ્રમુખની નિમણુંકની રાહ જોઈ થાકી ગયા હોય તેમ જણાય રહ્યુ છે. ભાજપમાં મોટાભાગની કામગીરી આયોજન પૂર્વક થતી હોય છે.

પરંતુ પ્રમુખની નિમણુંકમાં ભાજપનુ આયોજન ખોરવાય ગયુ હોય તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. નિમણુંકમાં શુ કામ વિલંબ થઈ રહ્યો છે ? તે જાણવા માટે ભાજપ અગ્રણી-કાર્યકરોમાં ચર્ચા છે પરંતુ સાચુ કારણ સ્થાનીક ભાજપ અગ્રણીઓ પણ જાણતા નથી અને મોવડી મંડળ મગનુ નામ મરી પાડતા નથી. ઉતરાયણ પર્વ બાદ પ્રમુખના નામની જાહેરાત થશે તેવી જોરશોરથી ચર્ચા થતી હતી.

પરંતુ ઉતરાયણ પર્વને પણ એક માસ જેટલો સમય થઈ ગયો છતા હજુ પ્રમુખના નામ કોકડુ ગુચાવાયેલુ જ હોવાનુ જણાય રહ્યુ છે. ચાલુ ફેબુ્રઆરી માસના અંતમાં પ્રમુખની નિમણુંક થશે તેમ ચર્ચાય રહ્યુ છે ત્યારે ભાજપ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કયારે થાય છે ? તેની રાહ જોવી જ રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here