વડલચોક ખાતે વિજ્યોત્સ મનાવવામાં આવ્યો, ફટાકડા ફોડી મોઢા મીઠા કરી ઉજવણી કરવામાં આવી, જિલ્લા અને શહેર ભાજપના આગેવાનોની હાજરીમાં કાર્યકરોએ વિજ્યોત્સવ મનાવ્યો

હરિશ પવાર
રાજ્યમાં ગઈકાલે થયેલ પેટા ચૂંટણીઓની મત ગણતરીમાં ગાંધીનગર મહાનગરપાલિકા સહિત અનેક પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની બેઠકો પર ભગવો લહેરાતા ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. આ ભવ્ય વિજયનો સિહોરમાં ભાજપ સંગઠન દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો. ગાંધીનગર નગરપાલિકા તથા જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયેલ છે.

તેનો વિજય ઉત્સવ ગઈકાલે સાંજે સિહોરના વડલાચોકમાં શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓની હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો. જેમાં આગેવાનો-કાર્યકરો ફટાકડા ફોડી મિઠાઈ ખવડાવી વિજ્યોત્સવ મનાવ્યો હતો. આ ઉજવણીમાં શહેર પ્રમુખ ડી સી રાણા, ઉપપ્રમુખ હરદેવસિંહ વાળા, નગરસેવક શંકરમલ કોકરા, પદુભા ગોહિલ, અશ્વિન બુઢનપરા, હિતેશ મલુકા, કિશન સોલંકી, અશોકભાઈ મેર, સહિતનાઓ હાજર રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here