પંજાબની ઘટના બાદ જિલ્લા ભાજપ દ્વારા ક્રમશ રેલી, આરતી, પ્રાર્થના, ધરણા, હવન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા

હરિશ પવાર
સિહોર વડલાચોક ખાતે આવેલ વડલાવાળી ખોડિયાર ખાતે ત્રણ દિવ્યાંગ કપ્પલો દ્વારા ’હમારે પ્રધાનમંત્રી, હમારી શાન’ અંતર્ગત હવન કરવામાં આવેલ અને પ્રધાનમંત્રી ના સ્વસ્થ આરોગ્ય અને દિર્ઘાયુની મંગલ કામના કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત શાસ્ત્રીજીઓએ હવન કરાવેલ. આ તકે જિલ્લા ભાજપના અધ્યક્ષ મુકેશભાઈ લંગાણીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીની સુરક્ષામાં પંજાબની કોંગ્રેસ સરકારે ઘોર બેદરકારી દાખવી છે. આ પ્રકારની સુરક્ષામાં બેદરકારી બદલ કોંગ્રેસની આ દુષિત માનસિકતાની સમગ્ર દેશ ઘોર નિંદા કરી રહયો છે.

ત્યારે તેના પડઘારૂપે સમગ્ર દેશમાં કોંગ્રેસની હીન માનસિકતા સામે અનેક પ્રશ્નાર્થો ઉભા થયા છે. તેના ભાગરૂપે આજે વડલાચોક ખાતે માં ખોડીયારના સાનિધ્યમાં હમારે પ્રધાનમંત્રી, હમારી શાન’ અંતર્ગત હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રીશ્રી ના સ્વસ્થ આરોગ્ય અને દિર્ધાયુની મંગલ કામના કરવામાં આવી છે અહીં જિલ્લા ભાજપ તેમજ સિહોર ભાજપના હોદ્દેદારો આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે પંજાબની ઘટના બાદ જિલ્લા ભાજપ દ્વારા ક્રમશ રીતે રેલી, આરતી, પ્રાર્થના, ધરણા, હવન સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન થયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here