૯ અને ૧૦ના રોજ પ્રવાસનું આયોજન હતું, સિહોર ખાતે પણ સભાનું યોજવવાની હતી તખ્તો ઘડાઈ ચુક્યો હતો, હવે સિહોર સાથે ભાવનગર, અમરેલી અને બોટાદનો પ્રવાસ મોકૂફ

બ્રિજેશ ગૌસ્વામી
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હાલ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આગામી ૯ અને ૧૦ સપ્ટેમ્બરનો સિહોર સહિત ભાવનગર, અમરેલી અને બોટાદનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. ત્યારે હવે નવેસરથી પ્રવાસની તારીખો જાહેર કરવામાં આવશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હાલ આગામી પેટાચૂંટણી લક્ષી રાજ્યમાં પ્રવાસો કરી રહ્યાં છે. રાજ્યમાં સંગઠનને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. સૌ પ્રથમ સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યા બાદ હાલમાં ઉત્તર ગુજરાતની મુલાકાતે છે.

જો કે ત્યારબાદનો આગામી બે દિવસનો સૌરાષ્ટ્ર-૨ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે.સી. આર. પાટીલ આગામી ૯ અને ૧૦ સપ્ટેમ્બર ત્રણ જિલ્લાના પ્રવાસે આવવાના હતા. જેમાં સિહોર સાથે ભાવનગર, અમરેલી અને બોટાદનો સમાવેશ થાય છે. જો કે સ્થાનિક સ્તરે વધુ સમયની માગના કારણે આ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. ત્યારે હવે નવેસરથી આ પ્રવાસની તારીખ જાહેર કરવામાં આવશે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. જો કે લોકોમાં પ્રવાસ રદ્દને લઇને કોરોના વાયરસના વધતા સંક્રમણના મુદ્દાનો વિષય મુખ્ય બન્યો છે. ઉલ્લેખનીય છે કે સિહોર ખાતે સી.આર.પાટીલની સભા યોજાવાની હતો સમગ્ર કાર્યક્રમનો તખ્તો ઘડાઈ ચુક્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here