ધારાસભ્ય નગરસેવકો કાર્યકરો વચ્ચે પણ સંકલનનો અભાવ : સરકારી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓમાં મુંજવણ, કોની સૂચના માનવી?

હરેશ પવાર
સિહોર ભાજપના નવા પ્રમુખની વરણીની અંતિમ તબક્કામાં પહોંચેલી કવાયત વચ્ચે વકરેલો જુથવાદ હાલ ચરમસીમાએ પહોંચ્યો છે. જેની સીધી માઠી અસર લોકોના કામો પર પડી રહી છે. ખાસ કરીને પાલિકામાં વિકાસ કામો તો દૂરની વાત છે, લોકોની પ્રાથમિક સુવિાધાની કામગીરી પણ સરખી રીતે થતી નથી. ત્યારે આ જુથવાદને ડામીને બાધાને એક તાંતણે બાંધી શકે તેવા સર્વમાન્ય નેતાની ભાજપને ખોટ પડી છે. નવા પ્રમુખની વરણીમાં આ બાબત સૌથી મોટો પડકાર બન્યો છે. શહેર કે તાલુકા કક્ષાના નાના આગેવાનો કાર્યકરોબપણ મનમાની કરવા લાગ્યા છે.

પોતાનું ધાર્યુ કરાવવા માટે સરકારી તંત્ર પર રોફ જમાવી રહ્યા છે. ભાજપ શાસિત પાલિકામાં એકબીજા સભ્યો વચ્ચે તકરારો ચાલી રહી છે. ભાજપના ધારાસભ્ય વચ્ચે પણ સંકલનનો અભાવ અને વિવાદ છે. લોકોના પ્રાથમિક સુવિાધાના રોજીંદા કામ પણ દિવસો સુધી થતા નાથી. કારણ કે અધિકારીઓ અને કર્મચારીઓને એક જ કામગીરી માટે દરરોજ નવી નવી સૂચનાઓ મળે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે કોઈ કામગીરી ઝડપથી કરવાનું કહે છે તો કોઈ કામગીરી અટકાવી રાખવાની સૂચના આપે છે તેવું પાલિકા વિભાગમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે ચિઠ્ઠીના ચાકર એવા કર્મચારીઓએ કોનું માનવું અને ન માનવું? તેને લઈને મુંજવણ છે.

બધા આગેવાનો અને કાર્યકરોને સાચવીને એક તાંતણે બાંધી શકે તેવા કોઈ સર્વમાન્ય આગેવાન હાલ ભાજપમાં નથી. કારણ કે કોઈ પાસે પૈસાનો પાવર છે, તો કોઈ પાસે ગાંધીનગરની લાગવગ છે, વળી અમુક પાસે કાર્યકરોનો વિશ્વાસ છે પણ તેની પાસે પદ ન હોવાથી કામ કરી શકતા નથી ત્યારે હવે કોના શિરે આ કાંટાળો તાજ આવે છે? તેના પર બાધાની મીટ મંડાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here