સિહોર શહેર તથા તાલુકા કોગ્રેસ સમિતિનું સ્નેહમિલન અને આગામી કાર્યક્રમોને લઈ મળી બેઠક

બ્રિજેશ ગોસ્વામી
સિહોરના રેસ્ટહાઉસ ખાતે શહેર તથા તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક તથા નવા વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓનો સ્નેહમિલન કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ આદરણીય વડીલ મેહુરભાઈ લવતુકાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો હતો આ તકે મેહુરભાઈએ જણાવ્યું હતું કે : કોંગ્રેસ પક્ષ “જન જાગરણ અભિયાન” થકી પ્રજાના જાગૃતિની સાથે સાથે સરકારનાં નિષ્ફળ શાસનને ઉજાગર કરશે મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે પ્રજાને પડી રહેલ પારાવાર મુશ્કેલીઓ અને સરકારની નેષ્ફળતાને ઉજાગર કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજન કરવામાં આવનાર છે પ્રજાવિરોધી, ભ્રષ્ટ અને અણઘડ ભાજપ શાસનમાં ગુજરાતનો સામાન્ય મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. ગુજરાતના લાખો યુવાનો બેરોજગાર છે.

“બહુત હુઈ મહેંગાઈ કી માર’ જેવા રૂપકડા ભ્રામક સુત્રો આપીને ભાજપ સરકારે સત્તા મેળવી છે. પરંતુ આજે પેટ્રોલ-ડીઝલનાં ભાવ ૧૦૦ને આંબી ગયા છે, સી.એન.જી., પી.એન.જી.ના અધધ ભાવ વધારાને કારણે ગુજરાતની મહિલા – ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ગેસ, ખાદ્ય અને જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના સતત ભાવ વધારાથી સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોને જીવન જીવવાનુ મુશ્કેલ બની ગયું છે. મંદી, મોંઘવારી, અને મહામારીમાં પરેશાન જનતા ભાજપ સરકારની છેતરપીંડીનો ભોગ બની રહી છે. “અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર” જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે. અહીં બેઠક સ્નેહમિલન કાર્યક્રમમાં શહેર અને તાલુકા પ્રમુખ જિલ્લાના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિ સહિત આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here