પ્રદેશ પ્રમુખ આવતી ૧૭ જાન્યુઆરીએ જિલ્લાના પ્રવાસે, સિહોર ખાતે જિલ્લા પ્રમુખની ઉપસ્થિતતીમાં સમીક્ષા બેઠક મળી


બ્રિજેશ ગૌસ્વામી
ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ. પ્રથમ વખત ભાવનગર જિલ્લા ની મુલાકાતે આવી આવી રહ્યા છે પ્રથમ મુલાકાતમાં જિલ્લા ના સરપંચો સાથે સંવાદ કરશે. આ સાથે તાજેતરમાં નવનિયુક્ત થયેલ પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ને સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે તેમને સન્માનવાનો અવસર આવ્યો છે. સાથે જ ભાવનગર જિલ્લા ના ગોરધનભાઇ ઝાડફિયા, મહેન્દ્રસિંહ સરવૈયા, રઘુભાઈ ગઢુંલા, જનકભાઈ બગદાણા વાલા ની પ્રદેશ ભાજપા માં મહત્વ ના હોદ્દાઓ પર નિમણુક થતા

તેઓ ના સન્માન નો એક કાર્યક્રમ આગામી તારીખ ૧૭ જાન્યુઆરી ના રોજ યોજાનાર કાર્યક્રમ ના આયોજન સબબ આજે સિહોર ટાઉનહોલ ખાતે સિહોર શહેર અને તાલુકા ભાજપ ની બેઠક જિલ્લા અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયા અને મહામંત્રી ભુપતભાઇ બારૈયા અને ભરતસિંહ ગોહિલ તેમજ જિલ્લા હોદ્દેદારશ્રી ઓની હાજરી માં યોજાઈ અને કાર્યક્રમ ની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી જેમાં આગેવાન કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here