જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ રાઠોડ સિહોરના જાંબાળા ગામે હીરા ઘસવાનું કામ કરતા હોવાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાઇરલ
હરીશ પવાર
સિહોરના જાંબાળા ગામેં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ હીરાની ઘંટીએ રત્નકલાકારનું કામ કરતા હોવાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી છે ધારાસભા લડી ચૂકેલા અને હાલ જિલ્લા કોંગસ પ્રમુખ તરીકે જવાબદારી બજાવી રહેલા પાલીતાણાના પ્રવીણભાઈ રાઠોડનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં તેઓ હીરાની ઘંટી પર હીરા ઘસતા હોવાની સપષ્ટ દેખાઈ છે.
સુત્રોનો કહેવું છે કે આ વિડિઓ સિહોરના જાંબાળા ગામનો છે જ્યાં લગ્નપ્રસંગે હાજરી હતી તે દરમિયાન જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા હીરાના કારખાનાની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન પ્રવીણભાઈ રાઠોડ એક સામાન્ય કારીગર જેમ પોતે હીરાના ઘસતા હોવાનું વિડિઓમાં સ્પષ્ટ નજરે ચડે છે ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રવીણભાઈ રાઠોડ જ્યારે ધારાસભ્ય હતા તે દરમિયાન પોતાની વાડી ખાતે પોતે ખેતી કરતા હોવાની પ્રવુતિથી તેઓ લાઈમલાઈટમાં રહ્યા છે