ધાનાણીનું રાજ્ય અને કેન્દ્ર સરકાર પર નિશાન – સરકાર સામે આકરા પ્રહાર – કોંગ્રેસી કાર્યકરને એક થવાની ધાનાણીની હાંકલ – છેલ્લા બે દિવસથી ધાનાણીના જિલ્લા પ્રવાસથી રાજકારણમાં ચહલ-પહલ

અહેવાલ મિલન કુવાડિયા
ગુજરાત વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ છેલ્લા બે દિવસ થી ભાવનગર જિલ્લામાં ધામા નાખ્યા છે ગઇકાલે જેસર પાલીતાણા અને તળાજામાં કોંગ્રેસ કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ કરી એક છેવાડાના કાર્યકરોમા જોમ જુસ્સો વધાર્યો છે ગુજરાત કોંગ્રેસના અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી સમગ્ર રાજ્યમાં જિલ્લા અને ગામે ગામ કાર્યકરો સાથે સંવાદ કરીને બેઠકો અને મીટીંગો લઈ રહ્યા છે ગઈકાલ બાદ આજે વિપક્ષી નેતા ધાનાણીની હાજરીમાં કોંગ્રેસનો ભાવનગર ઘોઘા અને વરતેજ ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ધાનાણી કેન્દ્ર અને રાજ્યની સરકાર ઓર આકરા પ્રહાર કર્યા હતા સરકાર તમામ મોરચે નિષફળ નીવડી હોવાનું જણાવી ગામડે ગામડે સરકારીની નિષ્ફળતા ઉજાગર કરવા અને કોંગ્રેસીઓને એક થવા કોંગી આગેવાન કાર્યકરોને હાકલ કરી હતી સાથે સાથે સરકારની તમામ નિષ્ફળતાઓની ચર્ચાઓ કાર્યકરો સાથે સંવાદ કરીને સરકારની નિષફળતાને ગામડાઓના ઘર ઘર સુધી લઈ જવા પણ આહવાન કર્યું હતું ધાનાણીના છેલ્લા બે દિવસના જિલ્લાના પ્રવાસને લઈ રાજકારણમાં ચહલ-પહલ જોવા મળી છે હાલ વિપક્ષી નેતા ધાનાણી સાથે ધારાસભ્યો જિલ્લા પ્રમુખ અને જિલ્લા હોદ્દેદારો જિલ્લાના તમામ તાલુકા શહેર પ્રમુખ સાથે આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં ગામે ગામ સંવાદ કાર્યક્રમોમાં જોડાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here