પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવવાના છે. 28 જુલાઇએ ગુજરાત પ્રવાસે આવશે અને સાબરકાંઠા ખાતે સાબરડેરીના કાર્યક્રમાં ઉપસ્થતિ રહેશે. ડેરીમાં વિવિધ પ્લાન્ટના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. તેમજ જંગી જનસભાને પણ સંબોધન કરશે.

Prime Minister Modi will visit Gujarat for two days! Here is the entire program

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા.28 જુલાઇના રોજ બપોરે 12:૦૦ કલાકે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં સાબર ડેરી હિંમતનગર ખાતે રૂ. 305 કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ તેમજ રૂ. 600 કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત રૂ. 125 કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે સુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધ ઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના હસ્તે સન્માન પણ કરવામાં આવશે.

Prime Minister Modi will visit Gujarat for two days! Here is the entire program

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આગામી તા.29  જુલાઈ,2022નાં રોજ સાંજે 4:૦૦ કલાકે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર IFSCની મુલાકાત લેશે. વડાપ્રધાનના હસ્તે ભારતના પ્રથમ‘‘ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી’’ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરાશે. GIFT-IFSCમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ(IIBX)નો પણ શુભારંભ કરશે.

Prime Minister Modi will visit Gujarat for two days! Here is the entire program

28 જુલાઇ ગુરુવારનો કાર્યક્રમ

 • PM મોદીબે દિવસના ગુજરાત પ્રવાસે
 • સાબરકાંઠા ખાતે સાબરડેરીના કાર્યક્રમાં રહેશે ઉપસ્થતિ
 • સાબર ડેરીના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ -ખાતમુહૂર્ત કરશે
 • PM મોદીના હસ્તે રૂ 305 કરોડ ખર્ચે તૈયાર પાવડર પ્લાન્ટુ કરે લોકાર્પણ
 • રૂ .125 કરોડના ખર્ચે તૈયાર નિર્મિત ટેટ્રાપેકનુ વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે
 • રૂ. 600 કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
 • દૂધઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું સન્માન કાર્યક્રમ પણ યોજાશે
 • મહિલા ખેડુતો તેમજ આદિવાસી મહિલા દુધ ઉત્પાદકો સાથે કરશે મુલાકાત

29 જુલાઇ શુક્રવારનો કાર્યક્રમ

 • સાંજે 4 કલાકે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે IFSCની મુલાકાત લેશે
 • ભારતના પ્રથમ‘‘ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી’’ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરાશે.
 • ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ(IIBX)નો પણ શુભારંભ કરશે.
 • ગૃહમંત્રી અમિત શાહ CM ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત
 • કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ડો ભગવત કિશનરાવ કરાડ પણ રહેશે ઉપસ્થિત

કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીશ્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.