સિહોરની બજારોમાં વેપારી અને પાન ગલ્લાની દુકાનો લારીઓ વાળાએ એકાએક પાંચની નોટો અને દસના સિક્કા લેવાનું બંધ કરતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. આ અગાઉ પાંચની નોટ માટે પણ આવો બિનસતાવાર પ્રતિબંધ આવ્યો હતો અને આજે પણ કોઈની પાંચની નોટ સ્વીકારતુ નથી.સિહોરની બજારોમાં દસના ચલણી સિક્કા લઈ કોઈ ગ્રાહક જાય તો 10નો સિક્કો કોઈ લેતુ નથી. આ અંગે બજારના એક વેપારીનું કેવું છે કે સાહેબ કોઈ ગ્રાહક જ 10નો સિક્કો લેતુ નથી અને બેંકવાળા પણ 10ના સિક્કા લઈ જઈએતો હેરાન કરે છે.

Public trouble due to stoppage of Rs.5 currency notes and Rs.10 currency coins in Sihore markets

એટલે અમારે ન છુટકે 10નો સિક્કો લેવાની ના પાડીએ છીએ અમારા સહયોગી હરેશ પવારનું કહેવું છે કે ભારતી ચલણ પછી તે 5ની નોટ હોય કે 10 સિક્કો હોય તેલાની કોઈ ના પાડે તો કાયદા મુજબ તે ગુનો છે અને ફરિયાદ થાય તો કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે. આ અગાઉ રૂા.5ની નોટ વેપારીઓ લેવાનુ બંધ કરતા હવે ધીરેધીરે પાંચની નોટ બજારમાંથી અદ્રશ્ય થઈ ગઈ છે. રૂા. એક, બે કે પાંચના સિક્કાના બજારમાં છુટથી ફરે છે ત્યારે દસનો સિક્કો જ કેમ નથી ચાલતો તે એક રહસ્ય છે શહેરમાં બહારગામથી આવનારા લોકો માટે આ દસના સિક્કા ચાલતા ન હોય ત્યારે ભારે પરેશાનીનો ભોગ બનવુ પડે છે જ્યારે સિહોર કે જિલ્લા બહાર જાય ત્યારે આવા સિક્કા ચાલી જાય છે.