સિહોર તાલુકાના રાજપરા, ખાખરીયા, ભડલી, રબારીકા, ધ્રુપકા, ખાંભા, સાગવાડી, જુના જાળિયા, કાજાવદર, જાંબાળા, સર, સખવદર, દેવગાણા, બોરડી ગામની જાહેર જનતાને જાણ કરવામા આવે છે કે , તા૦૬/૦૮/૨૦૨૨ ના રોજ ધ્રુપકા પ્રા.શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે . સરકારશ્રીના સેવાસેતુ કાર્યક્રમ તબક્કો -૮ અંતર્ગત પ્રાંત અધિકારીશ્રી સિહોરના અધ્યક્ષ સ્થાને સવારના ૦૯:૦૦ કલાકે ધ્રુપકા પ્રા.શાળામાં યોજાનાર છે.

Public work! Sewasetu will be held at Dhrupka village of Sihore

જેમા સવારના ૦૯:૦૦ થી ૦૨:૦૦ કલાક દરમ્યાન અરજદાર પાસેથી કાર્યક્રમના દિવસે જ પુરી પાડી શકાય તેવા જુદા જુદા વિભાગોની સેવાઓ જેવી કે , આવકનુ પ્રમાણપત્ર , સીનીય સીટીઝન , રેશનકાર્ડને લગત અરજી મા – અમૃતમ કાર્ડ ( અરજી ) વગેરે પુરતા આધાર પુરાવા સાથે રૂબરૂમાં રજુ કરવાની રહેશે ત્યારબાદ બપોરના ૩-૦૦ થી ૫-૦૦ કલાક દરમ્યાન અરજદારોને તેમને કરેલ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે તો આ કાર્યક્રમમાં ઉકત ગામના લોકોને રજુઆત માટે હાજર રહેવા જાણ કરવામાં આવે છે