ગામના સરપંચ સહિત લોકોએ તંત્રના અધિકારીને રજુઆત કરી રોડનું કામકાજ તાકીદે પુરૂ કરવાની માંગ કરી

બ્રિજેશ ગોસ્વામી
સરકાર અને તંત્રને અનેક રજુઆતો બાદ સરકારએ સાંગાવદર થી લાઠીદડ જતા રોડ મંજુર કરેલ જેનું કામકાજ ચાલુ પણ કરવામાં આવેલ પરંતુ સદર રોડ બનાવનાર કોન્ટ્રાકટરે રોડના ચાલુ કામકાજ દરમ્યાન લાઠીદડ ગામ્યજનોની ખેતીની જમીનના શેઢા તથા તેની આજુબાજુની જમીન ખોતરી તેમાંથી માટી લેતા સદર ગ્રામ્યજનોની જમીનને નુકશાન થતુ હોવાથી લાઠીદડ ગામના ગ્રામ્યજનોએ વિરોધ કરેલ જેના કારણે કોટ્રાકટરે સદર રોડનું કામકાજ બંધ કરી દીધેલ છે અને જેનાથી ગ્રામ્યજનોને આવવા જવા માટે ઘણી મુશકેલીઓ વેઠવી પડી રહેલ છે .

લાઠીદડ ગામ ઘણુ મોટુ ગામ હોય , અને સદર ગામમાં ધંધાકિય વિકાસ થયેલ હોય અને સદર ગામ તરફ જવા માટે સાંગાવદર તથા તેની આજુબાજુના ગામના લોકોએ જવા માટે સરવઈ ગામ ફરીને આવવા જવાનું થતુ હોય જેથી હજારો ખેડુતો તથા અન્ય ગામના લોકો સદર રસ્તાથી વંચિત રહેલ છે અને લોકોને આવવા જવા માટે ઘણી મુશકેલીઓ પડી રહેલ છે સદર રોડનું કામકાજ તાત્કાલીક ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત સરપંચ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે