રણબીર કપૂર અને સંજય દત્ત સ્ટાટર ફિલ્મ ‘શમશેરા’ 22 જુલાઇના રોજ થિયેટરમાં આવી હતી. આ ફિલ્મથી લોકોને ઘણી આશા હતી કારણકે આ ફિલ્મથી રણબીર કપૂર ચાર વર્ષ પછી પડદા પર પરત ફરી રહ્યા હતા. 150 કરોડના બજેટમાં બનેલ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અત્યાર સુધી ફક્ત 38.85 કરોડ બનાવી શકી. જો કે ફિલ્મના ડિરેક્ટર કરણ મલ્હોત્રા એ ફિલ્મ ફ્લોપ થવા પર દુખ જાતવ્યું હતું અને એક ટ્વિટ કર્યું હતું. જો કે હવે ફિલ્મના વિલન સંજય દત્તે પણ નિરાશ થઈને એક પોસ્ટ કરી છે જે હાલ સોશ્યલ મીડિયામાં ઘણી વાયરલ થઈ રહી છે.

Sanjay Dutt got emotional and said something like this when the film flopped

સંજય દત્તે તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ ફિલ્મ એક જૂનુનથી બને છે અને એ જૂનુન તમારી સામે એક એવી કહાની અને કિરદાર લઈને આવે છે જેને તમે ક્યારેય નથી મળ્યા હોતા. શમશેરા એક એવી જ કહાની અને કિરદારને તમારા સામે લઈને આવે છે જેને તમે ક્યારેય નથી મળ્યા. શમશેરા એક એવી જ કહાની છે જેમાં અમે તમને બધુ જ આપ્યું છે. આ ફિલ્મ ખૂન, પસીના અને ઘણી લાગણીઓથી બની છે. આ એક સપનું હતું જેને અમે સ્ક્રીન પર લાવ્યા હતા. ફિલ્મ દર્શકોના મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ ફિલ્મ જલ્દી તો કોઈ ફિલ્મ મોડી પણ તેના દર્શકોને શોધી જ લે છે. શમશેરા ને ઘણા લોકોની નફરતનો સામનો કરવો પડ્યો છે. એમાંથી વધુ પડતાં લોકો એવા છે જેને ફિલ્મ જોઈ પણ નથી. આ ખૂબ ડરામણું છે કે લોકો અમારા પ્રયાસનો આદર પણ નથી કરી રહ્યા.

Sanjay Dutt got emotional and said something like this when the film flopped

આટલું કહીને સંજય દત્ત શાંત ન થયા એમને આગળ લખ્યું કે, ‘હું કરણના ફિલ્મમેકિંગની સરહાના કરું છું અને ખાસ કરીને એમ કહેવા માંગુ છું કે એ એક ખૂબ સારા વ્યક્તિ છે. મારા ચાર દશકના કરિયરમાં મેં કોઈ સારા ડિરેક્ટર જોયા હોય તો તે કરણ છે. સફળતા અને અસફળતાને સાઈડમાં રાખીને કહું તો કરણ મારા પરિવા જેવા છે અને એમની સાથે કામ કરવું એ મારી માટે સમ્માનની વાત છે. હું હંમેશા તેની સાથે છું  સાથે જ આ પોસ્ટ દ્વારા હું ફિલ્મ શમશેરાની આખી કાસ્ટ અને ક્રૂ નો ધન્યવાદ કરું છું.’

Sanjay Dutt got emotional and said something like this when the film flopped