ગઇકાલે પોલીસ બાવચંદ ચૌહાણના ઘરે ત્રાડકી હતી, પોલીસને પાંચ લાખથી વધુનો વિદેશી દારૂનો મુદ્દામાલ હાથ લાગ્યો હતો, આવતીકાલે પોલીસ બાવચંદને કોર્ટમાં રજુ કરશે, કેટલાક નામો ખુલવાની શકયતા

હરિશ પવાર
સિહોરના સણોસરા ગામેથી ઝડપાયેલા વિદેશી દારૂના મસમોટા જથ્થામાં ભાજપના હોદ્દેદાર બાવચંદ ચૌહાણને પોલીસે ઝડપી લઈ કોરોના સહિત રિપોર્ટ તજવીજ હાથ ધરી હતી આવતીકાલે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સિહોરનું સણોસરા ગામમાં ભાજપના હોદ્દેદારના જ ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ગઈકાલે ઝડપાયો હતો. પોલીસે માહિતીના આધારે સિહોર તાલુકા ભાજપ બક્ષી પંચ સેલના પૂર્વ પ્રમુખના ઘરે દરોડા પાડ્યા હતા  અને સવા ૫ લાખ રૂપિયાનો વિદેશી દારૂની ૯૦ પેટી જપ્ત કરી હતી ભાજપના હોદ્દેદાર બુટલેગર બાવચંદભાઈના પત્ની સરપંચ પણ રહી ચુક્યા છે.

માહિતીના આધારે પોલીસે ભાજપ હોદ્દેદાર બાવચંદભાઈ ઘરે દરોડો પાડ્યા હતા. ત્યારે તેમના ઘરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો જેની કિંમત ૫ લાખ, ૧૯ હજાર જેટલી થાય છે. પોલીસે ભાજપ હોદ્દેદારના ઘરમાંથી ૯૦ પેટી દારૂ ઝડપ્યો હતો. જેમાં ૧ હજાર, ૭૮ વિદેશી દારૂની બોટલ હતી જેઓને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તપાસ દરમિયાન આ દારૂ ક્યાંથી આવ્યો છે કોને આપવાનો હતો અન્ય કોણ કોણ સંડોવાયેલુ છે પોલીસે તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે