હમારા તિરંગા હમારા અભિયાન
સિહોર ખાતે આવેલ શાળા નં 6 સ્કૂલ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ
જેમ-જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ-તેમ ભાવનગરમાં તિંરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સિહોર ખાતે “હમારા તિરંગા ,હમારા અભિયાન” શાળા નંબર ૬ના શિક્ષકો બાળકો દ્વારા ભવ્યાતિભવ્ય ’તિરંગા યાત્રા’ યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શિક્ષકો તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં જોડાઈને તિરંગા યાત્રા સફળ બનાવી હતી