પેલી મશહૂર કહેવત તો તમે સાંભળી હશે ને કે ‘ એક આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ’ . આપણે બધા જાણીએ જ છીએ કે આ એક કાલ્પનિક કહેવત છે જેમાં ફક્ત આગનો દરિયો આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખરેખર આગનો નહીં પણ પાણીનો દરિયો હોય છે. પણ આજકાલ સોશ્યલ મીડિયા પર એક વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને ભરોસો આવી જશે કે સાચે જ આગનો દરિયો પણ હોય છે.

Ye Aag Ka Darya Hey.... Never seen this! A whole sea of ​​lava

સોશ્યલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતાં રહેતા હોય છે, જેમાંથી ઘણા ખૂબ વાયરલ થતાં હોય છે. એવો જ એક અચંબિત કરી દે એવો વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આગનો દરિયો દેખાઈ રહ્યો છે અને લોકો આ વિડીયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જો કે વિડીયો જોઈને સૌપ્રથમ એવું જ લાગે છે કે આગનો દરિયો ક્યાંકથી વહી રહ્યો છે પણ ખરેખર આ આગનો દરિયો જ્વાળામુખીનો લાવા છે. જે જોઈને એકદમ ભયાનક લાગી રહ્યું છે.

Ye Aag Ka Darya Hey.... Never seen this! A whole sea of ​​lava

જોઈ શકાય છે કે આ લાવા કોઈ નદીના પાણીની જેમ ખળખળ કરતું વહી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ વિડીયો હવાઈના બિગ આઇલેન્ડના કિલાઉઆનો છે. આ દુનિયાના સૌથી મોટા અને લોકપ્રિય જ્વાળામુખીમાંથી એક છે. ત્યાં એક સમયાંતરે આવા વિસ્ફોટ થતાં રહે છે અને તેને કારણે ભૂકંપના આંચકા પણ અનુભવાઈ છે.

Ye Aag Ka Darya Hey.... Never seen this! A whole sea of ​​lava

તમે ક્યારેય આવો વિડીયો નહીં જોયો હોય, જેમાં નદીની જેમ જ્વાળામુખીનું લાવા વહેતું હોય. આ વિડીયો જોઈને લોકો હજુ એમની આંખો પર ભરોસો નથી કરી રહ્યા. આ લગભગ 18 સેકન્ડની આસપાસનો વિડીયો છે પણ લોકો વારંવાર તેને જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે.