સતત આજે બીજા દિવસે પણ બપોરના સમયે ધોધમાર વરસાદ, લાંબા સમય બાદ નોંધપાત્ર વરસાદથી લોકો ખુશખુશાલ, મેઘો મનમુકીને વરસ્યો, આજે પણ અંદાજે એક થી દોઢ ઈંચ વરસાદ, નદી-વોંકળાઓમાં નવા નીરની આવક થવાની આશા. સિહોર પંથકમાં ઓણ સાલ મેઘરાજાના રૂઠમણાં રહ્યાને લાંબા સમય બાદ મેઘો મનમુકીને વરસવા આવ્યો હોય તેમ છેલ્લા બે દિવસ થી વરસાદ પડી રહ્યો છે. અને વરસાદ વરસતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા.

Sehore city and Panthak received heavy rains on the next day

સિહોર તાલુકામાં આ વર્ષે ચોમાસાના મધ્ય સુધીમાં જોઈએ તેટલા પ્રમાણમાં વરસાદ નહીં થતાં મુખ્ય નદી, ડેમ, જળાશયો ખાલી રહ્યા છે. પરંતુ ગઈકાલે અને આજે શુક્રવારે બપોર એકાએક આવી ચડેલી મેઘસવારી સતત ધોધમાર વરસી પડતા એક થી સવા ઈંચ જેટલુ પાણી ખાબકી ગયું હતું. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પરથી પાણી ફરી વળ્યા હતા ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદ થતાં ખેતરમાં ઉભી મોલાતને જીવતદાન મળ્યું હતું. જેના કારણે ધરતીપુત્રોમાં પણ આશાનો નવો દોરીસંચાર થયો હતો.વોંકળામાં નવા નીરની આવક થશે તેવી પણ આશા બંધાઈ હતી. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ બફારા-ઉકળાટમાં પણ રાહત મેળવી હતી.