મર્ડર કેસોના ગુન્હા ડિટેકટ કરવામાં સાહેબ જબરી કુનેહ ધરાવે છે, બઢતી સાથે નડિયાદ એસઆરપી ગ્રુપ સાતના કમાન્ડર(સેનાપતિ) તરીકે નિમણુંક

મિલન કુવાડિયા
રાજ્યમાં હાલમાં જ આઇપીએસ અધિકારી ની બદલી સાથે ડીવાયએસપી અને પીએસઆઇ ને બઢતી સાથે બદલી કરવામાં આવી છે. તેમાં અગાઉ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલ અધિકારી શ્રી.જે.એન.દેસાઈ ની પોલીસ અધિક્ષક તરીકે બઢતી આપવામાં આવી છે. અગાઉ પાલીતાણા ફરજ સમય દરમ્યાન તેમની કામ કરવાની અલગ ઢબ થી અનેક ગુનાહ તેમને ડિટેકટ કર્યા હતા. સાથે જ તેમના વિભાગ નીચે આવતા પોલીસ મથકોના અધિકારી સાથે એક ટિમ વર્ક રાખીને સુપર્બ કામગીરી તેમને જિલ્લામાં કરી બતાવી હતી. સાથે જ તેમના સ્વભાવ મુજબ એક ઉચ્ચ અધિકારી નો લેશ માત્ર રુઆબ રાખ્યા વગર નાના માણસોની સમસ્યાઓ ને પોતે રૂબરૂ મળીને નિરાકરણ લાવી આપતા હતા. પાલીતાણા બાદ તેમણે ખેડા જિલ્લાના પેટલાદ માં ડીવાયએસપી તરીકે બદલી કરવામાં આવી હતી. પેટલાદ માં પણ તેમની કામગીરી સુપર્બ રહી હતી અને તેમની ઉત્કૃષ્ટ કામગીરી થી પ્રભાવિત થઈને તેમને વડોદરા બી ડિવિઝનમાં આસિ. પો.કમિશ્નર(ACP)તરીકે નિયુક્ત કરીને એક મોટા જિલ્લામાં જવાબદારી સોપાવામાં આવી હતી. વડોદરા થી તેમને ગાંધીનગર ખાતે આઈબી વિભાગમાં મોટી જવાબદારી સોંપવમાં આવી હતી. તેમની પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ જાંબાઝ કામગીરી ને લઈને તેમને પોલીસ અધિક્ષક(SP) તરીકે બઢતી આપવામાં આવી છે. દેસાઈ સાહેબની બઢતીના સમાચાર થી જિલ્લાના પોલીસ બેડામાં આનંદ છવાઈ ગયો હતો. તેમને બઢતી સાથે નડિયાદ ખાતે આવેલ એસઆરપી ગ્રુપ સાત ના કમાન્ડર (સેનાપતિ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આવા જાંબાઝ અધિકારીઓ રાજ્યના પોલીસ બેડાના ઝળહળતા સિતારા સમાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here