દસ વર્ષમાં માંડ એક હજાર કિમિ પણ નથી ચાલ્યું સિહોર પાલિકાનું ઇમરજન્સી બુલેટ

વાતે વાતે હોબાળો કરતું વિપક્ષ પણ આ મામલે અળગું રહ્યું-ચર્ચાનો વિષય

હરેશ પવાર
પહેલા એક થી બે વખત શંખનાદ દ્વારા બુલેટને લઈને અહેવાલો પ્રસિદ્ધ કરાયા હતા પરંતુ ભેંસ પાસે ભાગવત જેવું નગરપાલિકા શાસકો અને વિપક્ષનું કામ છે. દસ દસ વર્ષથી ઇમરજન્સી બુલેટ પોતે ઇમરજન્સી મદદ માટે ગુહાર કરી રહ્યું છે. સિહોર નગર પાલિકા ના ગેરેજ માં ઇમરજન્સી સેવા માં લાવેલ બુલેટ શોભા ના ગાંઠિયા સમાન ૧૦વર્ષ થી વધુ સમય થયો પણ માત્ર ને માત્ર ૭૫૦ કિમિ નો ઉપયોગ કર્યો…અને હાલ સિહોર નગરસેવા સદન ના અટલભવન માં શો રૂમ હોય તેવી રીતે રમકડાં ની જેમ આકર્ષણ માટે રાખવામાં આવ્યું હોય તેવું લાગે છે.

નગરપાલિકાના ગેરેજ ના સુપર વાઈઝર તેમજ અન્ય અન્ય ડ્રાઈવર જે અધિકારી .પદાધિકારી ના જીપ માં એસી હાંકવા માં રસ છે..સામાન્ય આગ ના છમકલાં ની અનેક ઘટનાઓ સિહોર માં બની છે તો આ ઇમરજન્સી સેવા માટે રાખવા માં આવેલ ફાયર સેફ્ટી ના સાધનો સહિત હોવા છતાં કેમ ઉપયોગ નથી કરતા અને જૂના દરબારગઢ માં પડ્યું પડ્યું ધૂળ ખાતું બુલેટ ના શંખનાદ ન્યુઝ ચેનલ દ્વારા પ્રસિદ્ધ કર્યા બાદ સામાન્ય ખર્ચ ના વાંકે ધૂળ ખાતું બુલેટ સિહોર નગર પાલિકા માં લાવ્યા પણ નવા બિલ્ડિંગ માં શો કેસ માં રાખવા માં આવતું બુલેટ શોભા ના ગાઠીયા સમાન છે.

તો આ બાબતે પાલિકા પ્રમુખ.ચીફ ઓફિસર કે વિપક્ષ ની નજર અંદાજ કેમ કરી રહ્યા છ.આ સરકાર ની મિલકત છે તેને સેવા માટે આપી છે નહિ કે શો.કેસ માં રાખવા માટે..આ બાબતે ગેરેજ સુપર વાઈઝર અને બીજા ડ્રાઈવર માત્ર ને માત્ર જલસા અને એશો આરામ માટે જ જીપ નો મોહ રાખતા હોય છે .પણ આ વિભાગ માંથી આ બન્ને ને અલગ અલગ અન્ય વિભાગ માં ફેરવવા માંગ વધી છે અને કહેવાતો અધિકારી કે પદાધિકારી નો ડ્રાઈવર ગેરેજ ના ડ્રાઇવરો તેમજ અન્ય ઓફિસ ના કર્મચારીઓ વિરોધ આઘા પાછી કરી વ્હાલા થવાની નીતિ અપનાવી રહ્યો છે.

તેવી લોકચર્ચા ચર્ચાઈ રહી છે.તો આબાબતે વિપક્ષ પણ ચૂપ કેમ છે.ગેરેજ ના સુપર વાઈઝર પોતે અગાઉ રાજીનામું આપવા અરજીપણ આપી છે તેવું કહેવું છે અને સુપર વાઈઝર કે જીપ ના ડ્રાઈવર શની કે રવિવાર રજા જ ભોગવતા હોય છે તેવું ચર્ચાઈ રહ્યું છે તે પણ ચર્ચા નો વિષય છે કારણકે આ ગેરેજ વિભાગ માં ફરજિયાત તમામ ડ્રાઈવર ને પોતાની ફરજ ઉપર હાજર હોવા જોઈએ પરંતુ.અધિકારી પદાધિકારીઓ .વિપક્ષ ચૂપ કેમ છે. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here