ભાવનગરના જુનિયર બચ્ચન પીનાકીન દ્વારા કેક કાપી જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો, સ્કૂલ બેગ અને માસ્કનું વિતરણ

મિલન કુવાડિયા
આજે મહાનાયક અમિતાભ બચ્ચનનો ૭૯ મો જન્મદિવસ છે.ત્યારે ભાવનગર ખાતે જુનિયર બચ્ચન તરીકે જાણીતા પીનાકીન ગોહેલ દ્વારા બિગ બી ના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.જેમાં ભાવનગરની સરદારનગર બ્લડ બેન્ક ખાતે થેલીસેમિયાની સારવાર અને બ્લડ માટે આવતા 25 બાળકોને સ્કૂલ બેગ તેમજ માસ્ક આપી ઉજવણી કરી હતી. બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે ૭૯ મો જન્મદિવસ છે.

આજના દિવસે તેમના જન્મદિવસને યાદગાર બનાવવા તેના ચાહકો વિશિષ્ટ ઉજવણી કરતા હોય છે ત્યારે ભાવનગર ખાતે પણ જુનિયર બચ્ચન તરીકે જાણીતા પીનાકીન ગોહેલ દ્વારા બચ્ચનના ૭૯ માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સરદારનગર બ્લડ બેન્ક ખાતે થેલીસેમિયા ગ્રસ્ત બાળકો જે સારવાર અને બ્લડ માટે અહીં આવતા હોય છે.

તેવા ૨૫ બાળકોને સાથે રાખી અને જુનિયર બચ્ચન પીનાકીન ગોહેલે કેક કટિંગ કરી તેમજ બચ્ચનના પૂતળા ને કેક ખવરાવવા ની ભાવના સાથે ૭૯ માં જન્મદિવસની ઉજવણી કરી હતી.જેમાં ૭૯ ક્લેપિંગ સાથે તેમણે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.બિગ બી ના જન્મદિને ખાસ ૨૫ થેલીસેમિયાનો ભોગ બનેલા બાળકોને સ્કૂલબેગ તેમજ ઉપસ્થિત ૭૯ લોકોને માસ્ક આપી આ દિવસની અનેરી ઉજવણી કરી હતી તેમજ બાળકો સાથે જુનિયર બચ્ચને ડાન્સ કરી અમિતાભ બચ્ચન સદૈવ સ્વસ્થ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here