સિહોરના ગ્રામ્ય પંથકમાં રાત્રી સમયે ડ્રોનના અવકાશ વિચરણથી તંત્ર દોડતું

ગામડાઓમાં પોલીસ દોડતી થઈ, લોકોમાં ફફડાટ વ્યાપ્યો

બ્રિજેશ ગૌસ્વામી
ગઈકાલે સંધ્યા ઢળતા આશરે આઠેક વાગ્યા આસપાસ સિહોર રામનાથ મંદિર પાછળ આવેલી ચોકડી પાસે આકાશમાં એક ટચુકડા વિમાન જેવું યંત્ર જોવા મળતા જેમાં ચાર લાઈટ જોવા મળતા સિહોર પંથક અને ગ્રામ્ય વિસ્તારમાં આખી રાત ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની વિગત મુજબ ગઈકાલે રાત્રીના આઠ કલાકે વાહન ચાલકો પસાર થઈને સિહોર તરફથી આવી રહ્યા હતા ત્યારે આકાશ માં ટચુકડા વિમાન જેવું યંત્ર જોવા મળતા તેમને લોકોએ નજીક જઈ ને ઘ્યાન થી જોતા ડ્રોન કેમરા જેવું લાગ્યું હતું જેના નીચે ચાર લાઈટ શરૂ હતી અને જમીન થી ખૂબ નીચા અંતરે ઉડી રહ્યું હતું. આ ઘટના ના નજરે જોનારા સ્થાનિકોનું કહેવું છે કે એક યંત્ર ખાંભા બાજુ થી અને બીજું યંત્ર સર ગામ બાજુથી આવીને સાગવાડી બાજુ નીકળી ગયા હતા જેમાં એક યંત્ર એક સ્થળ ઉપર ઓછા માં ઓછું 20 મિનિટ સ્થિર રહ્યું હતું. જ્યારે એક યંત્ર સાગવાડી તરફ ગયું તો સ્થાનિકો દ્વારા સાગવાડી ગામના ગ્રામજનોને ફોન કરીને જાણ મેળવી કે કોઈ યંત્ર આકાશમાં દેખાય છે કે કેમ તો તેને જણાવ્યું કે ત્યાંથી એક યંત્ર ખૂબ જ વધુ ગતિમાં સાગવાડી થી ગૌતમેશ્વર તરફ નીકળી ગયું હતું. આ ઘટના ની જાણ સિહોર પોલીસને થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી સાથે જ ભાવનગર કલેકટર દ્વારા પોલીસ ને આ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિગ ના આદેશ આપ્યા છે હોવાનું જાણવા મળ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here