શહેરમાં ચોમેર આંનદ, છેલ્લા ઘણા વર્ષોથી ખાલીખમ અને સુક્કુ ભઠ્ઠ થયેલુ ગૌતમેશ્વર તળાવમાં નવાનીરની હિલોળા લે છે

છેલ્લા ત્રણ ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદ કારણે ગૌતમેશ્વર સપાટીમાં વધારો, જળાશયોના તળ ઉંચા આવ્યા

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરની પ્રજાનો જીવ સમા ગૌતમેશ્વર તળાવમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પડી રહેલા ઉપરવાસના સારા વરસાદને કારણે નવા નીરની આવક થવા પામી છે જેને લઈ શહેરમાં ચોમેર આંનદ છવાયો છે છેલ્લા કેટલાક વર્ષોથી કોરાધાકોર રહેલા બાદ આ વર્ષે સિહોર અને પંથકમાં મેઘરાજા મહેરબાન થતા ગૌતમેશ્વર તળાવની છેલ્લા ચાર દિવસથી આવકમાં શરૂ થતાં લોકોને રાહતની આનંદની લાગણી જન્મી છે છેલ્લા ત્રણ દિવસથી સિહોર તાલુકાના કાજાવદર, જાંબાળા, સર સહિતના ગામોમાં સારો વરસાદ થતાં ગૌતમેશ્વર તળાવમાં નવા નીર આવ્યા છે તળાવમાં આઠ ફૂટ નવા નીર આવતા તળાવની કુલ સપાટી હાલ ૨૨ ફૂટ સુધી પોહચવા આવી છે મોડી સાંજે પણ ધીમી ધીમી આવક ચાલુ હોવાનું સૂત્રો કહી રહ્યા છે જેને કારણે સિહોરવાસી ઓમાં આનંદની લાગણી પ્રસરી હતી જોકે સંભવિત હવે પછીનો વરસાદી રાઉન્ડ સારો આવે તો ગૌતમેશ્વર ઓવરફ્લો થવાના એંધાણ હાલ દેખાઈ રહ્યા છે અને જમીનના તળ ઉંચા આવવાની આશા જીવંત બની છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here