ભાવનગર રેન્જ આઈજી અધિકારીશ્રી અશોકકુમાર યાદવ,એસપી જયપાલસિંહ રાઠોર, એસપી હર્ષદ મહેતા,એસપી નિલિપ્ત રાય સહિતની પોલીસ અધિકારીઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો

હરેશ બુધેલીયા – દર્શન જોશી
સિહોરના આંબલા ગામે પોલીસ શહીદ સ્મારક નું આજે આંબલા ગ્રામદક્ષિણા મૂર્તિ કેન્દ્રવતી શાળામાં અનાવર્ણ કરવામાં આવ્યું હતું.માન. પ્રધાનમંત્રી ના ડીજીપી આઈજીપી કોન્ફરન્સ 2018 માં આપેલા માર્ગદર્શન મુજબ પોલીસ બેડામાં શરૂ ફરજ દરમિયાન શહીદ થયેલ જવાનો ની યાદીમાં તેમની જ શાળા કોલેજના મેદાનમાં સ્મારક ઉભું કરવા સૂચના આપેલ જેને ધ્યાનમાં લઈને અહીં આ અનાવર્ણ પ્રસંગે ભાવનગર રેન્જના આઈજી અશોકકુમાર યાદવ સાથે ત્રણ જિલ્લાના પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક વિષેશ ઉપસ્થિત રહીને પોલીસ શહીદ ને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આંબલા ગામના જ વતની અને ગ્રામદક્ષિણા મૂર્તિ ના જ ભૂતપૂર્વ વિધાર્થી આર્મ પોલીસ કોન્સ્ટેબલ શહીદ સ્વ.જયંતીભાઈ ઉકાભાઈ ચાવડાની યાદમાં શાળાના પટાંગણમાં જ દાતા નગીનદાસ હરગોવિંદદાસ અજમેરા અને જિલ્લા પોલીસ દ્વારા સ્મારક નું અનાવર્ણ કરવામાં આવ્યું હતું. શહીદ જયંતીભાઈ ઉકાભાઈ ચાવડા આંગડિયા પેઢીની લૂંટના આરોપી ને ઝડપી લેવા માટે થઈને ટિમ સાથે બિહાર જઈ રહ્યા હતા તે વેળાએ અકસ્માત સર્જાતા તેઓ તા.28.4.2011ના રોજ શહીદ થયા હતા. તેમને પોતાની ફરજ દરમિયાન એસ.ઓ.જી,એલ.સી.બી., હેડ ક્વાર્ટર, સિહોર સહિતના પોલીસ મથકોના વિભાગોમાં ઉમદા કામગીરી બજાવીને પોતાનું એક નામ પોલીસ બેડામાં અંકિત કર્યું હતું. તેમને પોલીસ ફરજ દરમિયાન મહત્વના કેસો સોલ્વ કરીને ચાલીશ થી વધુ સન્માન પત્ર તેમના નામે કરેલ હતા. આ પ્રસંગે આઈજી અશોકકુમાર યાદવે શહીદ ના પરિવાર નું સન્માન કરીને તેમની જનેતાની બિરદાવી હતી અને પોલીસ પરિવાર તેમની સાથે હરહંમેશ છે જે અને શહીદ ની ફરજ કામગીરી ને પણ બિરદાવી હતી. આ પ્રસંગે એસપી જયપાલસિંહ રાઠોર દ્વારા પણ શાબ્દિક રૂપે શહીદ ને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સાથે જ જિલ્લા પંચાયત પ્રમુખ વકતુંબહેન, જિલ્લાના પોલીસ મથકના અધિકારીઓ, ગ્રામજનો સાથે આસપાસના ગામડાઓના સરપંચ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સમગ્ર કાર્યક્રમનું જબરદસ્ત આયોજન સોનગઢ પીએસઆઇ વાઘેલાએ ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here