
દેવરાજ બુધેલીયા
આંબલા દક્ષિણામૂર્તિ ખાતે ૭૦મો વન મહોત્સવ ઉજવાયો છે દક્ષિણામૂર્તિ હાઈસ્કુલ ખાતે સામાજીક વનીકરણ સિહોર હેઠળ ૭૦ મો તાલુકા કક્ષા નો વન મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સિહોર તાલુકા સહિતના ફોરેસ્ટ વિભાગ ના અધિકારી સહિત અનેક આગેવાનો ની હાજરીમાં ૭૦ મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો હતો સાથે વૃક્ષારોપણ કરાયું હતું અત્યારની પેઢી અને આવનારી પેઢી જો મોટા પ્રમાણમાં વૃક્ષો વાવે અને તેનુ જતન કરે તો આવનારા દિવસો માં ઉનાળામાં ગરમી માં રાહત થાય અને ચોમાસા દરમ્યાન વરસાદ પણ સારો પડી શકે છે પણ તેના માટે વૃક્ષો વાવી ને તેનુ જતન કરવુ જરૂરી છે.જયારે હાજર તમામ લોકો એ ઉભા થઈ ને પ્રતિજ્ઞા લીધી હતી કે એક વૃક્ષ અમે પણ જરૂર વાવી શુ.