સતત બે દિવસથી આઇટી વિભાગની રેડ ને લઈ સિહોરની જીઆઇડીસીમાં લાખ્ખોની લેતી-દેતી ઠપ

દેવરાજ બુધેલીયા
ગઇકાલે મંગળવારે સવારે શિપબ્રેકર્સ તથા અલંગને લગતા વેપાર ધંધા સાથે સંકળાયેલી પેઢીઆે અને ઉદ્યાેગપતિઆેને આઇટી વિભાગના દરોડામાં પડઘા સિહોરના ધંધાર્થીઓ પર પડ્યા છે આઇટી વિભાગની રેડ દરમિયાન સિહોરની જીઆઇડીસીઓમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે આઇટી વિભાગ દ્વારા આજે બીજા દિવસે પણ રેડો યથાવત છે. જેમાં ગઇકાલે રોકડ અને કરોડોના બેનામી વ્યવહારો મળી આવ્યાના અહેવાલ મળી રહ્યા છે શિપબ્રેકર્સ સહિતના વ્યવસાયકારો ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટની રડારમાં આવતા ગઇકાલે એક સાથે 6 વાહનોના કાફલા સાથે અધિકારીઆે ત્રાટક્યા હતા જેના કારણે સિહોરની જીઆઇડીસીઓમાં લાખ્ખો કરોડોના વ્યવહારો ઠપ થયા છે અને સન્નાટો વ્યાપી જવા પામ્યો છે છેલ્લા બે દિવસથી લગભગ 38 સ્થળોએ આવકવેરા વિભાગના 200 થી વધુ અધિકારીઆેએ સર્ચ, સર્વે અને દરોડા કર્યા હતા. જેમાં કરોડૉની રોકડ અને શંકાસ્પદ વ્યવહારો હાથ લાગ્યા હોવાના અહેવાલ છે. દરોડાની આ કાર્યવાહી વધુ બે દિવસ ચાલવાની સંભાવના છે. આજના દરોડા દરમિયાન મોટા પાયે કરચોરી પકડાઇ હોવાની ચર્ચા છે. દરોડાના પગલે સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ થઇ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here