- શાળાઓમાં બાળકોનો કલરવ શમી ગયો, 14 નવે.થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે:

દેવરાજ બુધેલીયા
દિપાવલીના પર્વને લઈ સૌ કોઈમાં પર્વ ઉજવણીનો ઉત્સાહ વર્તાઈ રહયો છે.ત્યારે આ વર્ષે 21 દિવસના લાંબા દિવાળી વેકેશનને લઈ શાળાઓના ભૂલકાઓમાં ભારે ઉમંગ વર્તાયો હતો.
જોકે કેટલાક બાળકોએ તો દિવાળી વેકેશનમાં ફરવા જવાના પોગ્રામને લઈ ભારે ઉત્સાહિત હતા.પરંતુ આજથી સિહોર સહિત તાલુકાની શાળા-કોલેજોમાં દિવાળી વેકેશનના પ્રારંભને લઈ બાળકો,છાત્રોના કલરવ થી ગુંજતી શાળાઓ હવે 21 દિવસ માટે સુમસામ બનશે.જયારે 14મી નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરાશે શાળા, કોલેજોમાં 21 દિવસીય દિવાળી વેકેશનનો પ્રારંભ થઈ રહયો છે.સદાય ગુંજતી શાળાઓ હવે સુમસામ બનશે.જયારે 14મી નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ પુનઃ જિલ્લાની તમામ શાળાઓ,કોલેજો વિદ્યાર્થીઓના કોલાહલ થી ગુંજી ઉઠશે.