વરસાદી માહોલ ચારે બાજુ જામેલો છે વરસાદ પણ પૂરતો વરસી ચુક્યો છે શહેરનું જીવસમા ગૌતમેશ્વર તળાવ પણ ભરાવવાની તૈયારીઓમાં છે વરસાદની પણ દરરોજ એન્ટ્રી થઈ રહી છે છેલ્લા કેટલાક દિવસોથી સમી સાંજના સમયે આકાશમાં વાતાવરણનો નઝારો જોવા લાયક ઘડાઈ છે આ અદ્ભૂત ક્ષણો શંખનાદ કાર્યાલયના ટેરેસ પરથી છેલ્લા કેટલાક દિવસોથી નિહાળવાનો એક લ્હાવો છે જીવનમાં રંગ ભરનારી રંગબેરંગી આકાશી તસવીરો નિહાળવાની આ અદ્ભુત ક્ષણો માણવાની મજા અલગ અને અનોખી છે ગઈકાલે ૭ વાગ્યા આસપાસ સમાચારોના કામકાજ બ્રેક સમયે શહેરના પ્રખ્યાત વડલા ચોક ખાતે આવેલ સત્તારભાઈની ચા અને ટાવર ચોકના સ્પે ગાંઠિયા સાથેના નાસ્તાઓની મોજ વચ્ચે અમારા સગયોગી દેવરાજ બુધેલીયાએ કેમેરામાં કંડારેલી રંગબેરંગી તસ્વીર જીવનમાં એક નવો રંગ પુરે છે હોશ અને જોશ પુરે છે કામકાજના સમયે આવેલ થોડા સમયની બ્રેક વચ્ચે શંખનાદ કાર્યાલયના ટેરેસ પરના વાતાવરણની ક્ષણો જીવનમાં આનંદ સાથે એક નવો ઉમંગ ભરે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here