વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ આયોજિત કાર્યક્રમમાં અકડાઠઠ મેદની, ક્રિકેટ ગ્રાઉન્ડમાં ધર્મસભા સાથે રાવણનું દહન

બ્રિજેશ ગૌસ્વામી.. રાત્રે..9 કલાકે

ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કરી વિજય પ્રાપ્ત કર્યો ત્યારથી આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પાવન પર્વ તરીકે વિજયાદશમીની ઉજવણી થાય છે. આ પ્રસંગે સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે રાત્રીના રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો સંતો મહંતો અગ્રણીઓ તથા શહેરના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કદાચ સિહોરના ઇતિહાસમાં પ્રથમ વખત કાર્યક્રમનું આયોજન કરાયું હતું આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિના વિજયનું પર્વ એટલે વિજ્યાદશમી. આસો સુદ-૧૦ના દિવસે શ્રીરામચંદ્રજીએ રાવણનો વધ કરી વિજય મેળવ્યો હતો. દશેરાનો ઉત્સવ એટલે ભક્તિ અને શક્તિનો સમન્વય સમજાવતો ઉત્સવ. નવરાત્રીના નવ દિવસ માં જગદંબાની ઉપાસના કરી શક્તિ પ્રાપ્ત કરેલો મનુષ્ય વિજય પ્રાપ્તી માટે થનગની ઉઠે છે, તે જોતા દશેરાનો ઉત્સવ એટલે વિજય પ્રસ્થાનનો ઉત્સવ. નવરાત્રિના નવ દિવસ ભજવાતી રામલીલાના અંતે વિજયાદશમીના દિવસે રાવણનું પૂતળુ બાળી ભગવાન શ્રી રામે મેળવેલ વિજયના પ્રસંગને ઉત્સાહભેર ઉજવવામાં આવે છે જે અનુસંધાને આજે સિહોર શહેરના ક્રિકેટ ગ્રાઉન્ટમાં અકડાથથ જનમેદનીની ઉપસ્થિતીમાં રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનો જોડાયા હતા અને સાથે ધર્મસભાનું પણ આયોજન કરાયું હતું પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here