
દેવરાજ બુધેલીયા
અત્યારના સમયમાં પ્રમાણિકતાની વાતો તો બધા લોકો કરતા જ હોય છે પણ પ્રામાણિક લોકો વ્યવહારમાં બહુ જ ઓછા જોવા મળે છે. આ જમાનામાં આ બહુ ઓછા પ્રામાણિક લોકો વચ્ચે એક પ્રમાણિકતાનો દાખલારૂપ કિસ્સો બન્યો છે જે સાંભળી દરેક લોકો વાહ વાહ કરશે. પ્રમાણિકતા અને ઇમાનદારીના જૂજ કિસ્સાઓ હાલની સ્થિતિમાં જોવા મળતાં હોય છે. ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે સિહોરનો જ એક કિસ્સો સામે આવ્યો છે. સિહોર મોટા સુરકા વચ્ચે શટલ રીક્ષા ચલાવતા જયસુખભાઈ રબારી સિહોર ગામના ના રીક્ષાચાલકએ પ્રમાણિકતાનું ઉત્કૃષ્ઠ અને દાખલારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની રીક્ષામાં બેઠેલા મુસાફર ગોમતીબેન ખીમજીભાઈ ગામ આંબલાએ પોતાના દાગીના અને રૂપિયા ભરેલુ પાકીટ રીક્ષામાં ભૂલી ગયા હતા. જેમાં રીક્ષાચાલકે રોકડ અને દાગીના મૂળ માલિકને શોધીને પરત કર્યા હતા આ વાત પરથી કહી શકાય કે ઈમાનદારી અને પ્રમાણિકતા નિભાવનાર લોકો હજુ પણ જીવે છે.