સિહોર ટાણા ચોકડી વિસ્તારમાં આવેલી નીલકંઠ હોસ્પિટલ ખાતે ડો તોગડીયાની ટૂંકી મુલાકાત, ફાયરબ્રાન્ટ નેતા તરીકે જાણીતા ડો તોગડિયાની ગ્રામ્ય વિસ્તારોમાં મુલાકાતને લઈ સ્થાનિક થી લઈ જિલ્લા અને ગુજરાતભરના રાજકારણમાં ભારે ચર્ચાઓનો દોર

સ્થાનીક વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળ દ્વારા કાર્યકરો દ્વારા ડો તોગડીયાનું ભવ્ય ફુલહાર સાથે સન્માન, ઉપસ્થિત સૌ કોઈએ શુભેચ્છા મુલાકાત લીધી
ઓન ધ સ્પોટ..મિલન કુવાડિયા..રાત્રે..૮..૧૫ કલાકે
પૂર્વ વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ફાયરબ્રાન્ટ નેતા તરીકે જાણીતા પ્રવીણભાઈ તોગડિયાએ જણાવ્યું હતું કે દેશમાં રામ મંદિર બનવું જોઇએ તેવી સમગ્ર દેશના હિન્દુઓની લાગણી છે લખનૌમાં કમલેશ તિવારીના નામના ગૌરક્ષક અધ્યક્ષની હત્યાને લઈ ડો તોગડીયાએ હાલની સરકાર પર નિશાન સાંધ્યું અને કહ્યું કે દેશમાં ગૌરક્ષકો સલામત નથી તો પછી આમ જનતાની શુ વાત કરવાની તેવો સવાલ સિહોરની મુલાકાત દરમિયાન ડો પ્રવિણભાઈ તોગડીયાએ ઉઠાવ્યો હતો હિન્દૂ સમ્રાટ ફાયરબ્રાન્ટ નેતા તરીકે જાણીતા અને પુર્વ વિશ્વ હિન્દૂ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલ “હિન્દૂ હી આગે” ના અધ્યક્ષ અને સતત હિંદુઓ માટે અગ્રેસર પ્રવીણભાઈ તોગડિયાની આજે પાલીતાણા ખાતે મિટિંગ યોજાવવા હતી તે દરમિયાન સિહોરની ટૂંકી મુલાકાત ટાણા ચોકડી વિસ્તારમાં આવેલી નીલકંઠ હોસ્પિટલ ખાતે લીધી હતી જ્યાં સ્થાનિક ડોકટર અને આગેવાન અગ્રણીઓ સાથે ચા પાણી પીધા હતા અને સિહોરી પેંડાની લિજ્જત માણી હતી મુલાકાત દરમિયાન ડો લક્ષમણભાઈ પરમાર, ડો કલ્પેશભાઈ, ડો પ્રશાંતભાઈ, રમેશભાઈ જાની, ખેડૂત નેતા ઘનશ્યામભાઈ મોરી સહિત આગેવાનો હાજર રહ્યા હતા અને ડૉ પ્રવીણભાઈ તોગડિયા સાથે ટૂંકી મુલાકાત કરી હતી અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના સ્થાનિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ફાયરબ્રાન્ટ નેતા પ્રવીણભાઈ તોગડીયાની આજે પાલીતાણામાં મિટિંગ છે તે દરમિયાન સિહોરની મુલાકાત લીધી છે જેને લઈ સ્થાનિક રાજકારણથી લઈ જિલ્લા અને રાજ્યભરના રાજકારણ સાથે બુદ્ધિજીવીઓમો ચર્ચાઓનો દોર શરૂ થયો છે અને સ્થાનિક વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ડૉ તોગડીયાનું ફૂલહાર સાથે સ્વાગત સન્માન કરીને શુભેચ્છા મુલાકાત પણ કરી હતી