સિહોર નામાંકિત વિદ્યામંજરી સંસ્થાની અનોખી પહેલ, ગણેશ મહોત્સવ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસના પટ્ટાગણમાં શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. જેમાં ધાર્મિક પ્રવૃતિના ભાગરૂપે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના સંચાલક પી.કે.મોરડીયા દ્વારા ઇકો ફ્રેન્ડલી (શ્રીફળનાં છાલા) માંથી બનાવેલ દુંદાળા દેવ શ્રી ગણેશની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવી હતી રોજજે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાહનચાલકશ્રીઓ દ્વારા રોજે-રોજ આરતી તેમજ પ્રસાદ વિત્તરણ કરવામાં આવતું ગઈકાલે શાળામાં ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગજાનન ગણપતિ મહારાજને સુંદર મંડપમાં બેસાડવામાં આવ્યાં હતાં. તેમજ ભવ્ય ડેકોરેશન, ડી.જે., ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે શાળામાં સ્થાપિત ગણપતિની મૂર્તિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર દ્વારા વિસર્જન વખતે સમુહ આરતી, મોદકનો પ્રસાદ, ગરબાં, તેમજ ધોરણ-૧૨ની બહેનો દ્વારા લાઇવ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુલાલની છોળો વચ્ચે વિઘ્નહર્તા ગણપતિને આવતા વર્ષે પાછા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર-ગુંદાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ વિસર્જન વખતે ગણપતિને લગતા ગીતો પર ભવ્ય કૃતિ રજુ કરવામાં આવી હતી. અને છેલ્લે વિઘ્નહર્તા ગણપતિની ઇકો ફ્રેન્ડલી(શ્રીફળનાં છાલા) માંથી બનાવેલ મુર્તિને કોઇ તળાવમાં કે પાણીમાં નહી પરંતુ શાળા કેમ્પસમાં રાખેલ કુંડામાં વિસર્જીત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here