જિલ્લામાં નવા 51 જેટલા ઇ-સ્ટેમ્પ સેન્ટરો કાર્યરત થશે

સલીમ બરફવાળા
સિહોરના પોતાની ઉમદા કામગીરી ને લઈને એક અલગ ઓળખ લોકોમાં ઉભી કરેલ પ્રાંત અધિકારીશ્રી ગોકલાણીને જિલ્લા સ્ટેમ્પ ડ્યુટી કલેકટર ના ચાર્જ સોંપવામાં આવ્યો છે. લોકોમાં ઇ.સ્ટેમ્પ ની હાલાકી પડે નહીં તે માટે થઈને અધિકારીશ્રી ગોકલાણી દ્વારા આજે અચાનક જ ભાવનગર ના વાઘવાડી રોડ ઉપર આવેલ સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ના સેન્ટરની મુલાકાત લઈને સમગ્ર કાર્યવાહી ની ઝીણવટ પૂર્વક માહિતી લીધી હતી. સમગ્ર વાતની જાણકારી લેવાં માટે શંખનાદ દ્વારા ડે. કલેકટરશ્રી ગોકલાણી સાહેબ સાથે ટેલિફોનિક વાતચીત માં જાણવા મળ્યું હતું કે હાલમાં જિલ્લામાં 22 જુના ઇ.સ્ટેમ્પઈંગ અને ફ્રેન્કિંગ સેન્ટરો શરૂ છે અને હાલમાં નવા 17 ઇ.સ્ટેમ્પ માટેના સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લામાંથી નોટરી,એડવોકેટ અને સંસ્થાઓ પાસેથી 51 જેટલી અરજીઓ નવા સેન્ટરો માટે સરકાર માં કરવામાં આવી છે. જેમાંથી મંજૂરી આવતી જાય તે રીતે ઇ.સેન્ટરો આગામી દિવસોમાં શરૂ કરી દેવામાં આવશે. જેમને મંજરી આપવામાં આવે છે તે સંસ્થાઓ ને મોટીવેટ કરીને ઝડપથી નવા સેન્ટરો શરૂ થાય તે માટે ડે ટુ ડે ફોલોઅપ લેવામાં આવી રહ્યા છે. એક તરફ સિહોરના આસપાસના પથકમાં પ્રાંત અધિકારી ને સુપર્બ કામગિરી થી ગ્રામજનો ખૂબ જ પ્રભાવિત છે ત્યારે તેમને જિલ્લાની ઇ.સ્ટેમ્પ ડ્યુટી કલેકટર નો ચાર્જ આપવામાં આવ્યો છે જેના લીધે લોકોને ઇ.સ્ટેમ્પઈંગ અને ફ્રેકિંગ માટે તકલીફ ન પડે હેરાન થવું ના પડે તે માટે સારા પ્રયાસો અધિકારીશ્રી ગોકલાણી દ્વારા કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here