
હરીશ પવાર
ભારત સરકારશ્રી દ્રારા એક વર્ષ પહેલા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા વિશ્વની સૌથી મોટી આરોગ્યની યોજના-આયુષ્માનભારત નો અમલ કરાવેલો તેની જાગૃતિ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને તેનો વધુ લાભ લે તે હેતુસર જનજાગૃતિ પખવાડીયા અન્વયે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયર અને જીલ્લા કોડીનેટર ડો.હરીપાલીબેન ઉપાધ્યાય તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણી ની સુચનાથી પ્રા.આ.કેન્દ્ર સણોસરાના ઈશ્વરીયા ગામે પ્રા.શાળા ખાતેથી જનજાગૃતિ રેલી યોજાઈ અને શેરી-શેરી માં સુત્રોચ્ચાર કરાયા હતા અને જાગૃતિ કરાય હતી.પ્રા.શાળામાં પ્રથમ તાલુકા હેલ્થ સુપરવાઈઝર શ્રી અનિલભાઈ પંડિત-સુપરવાઈઝર અમિતભાઈ મજેઠીયા દ્રારા યોજના વિશે માહિતી આપેલ. આ પ્રસંગે ઉપસ્થિત પ્રા.આ.કેન્દ્ર સણોસરા ના મેડીકલ ઓફિસરડો.હેતાંશીબેન પટેલ,તાલુકા ટેકો અધિકારી ડો.હેતલબેન માવાણી,સી.એસ.ઓ રાહુલભાઈ પરમાર,સુપરવાઈઝર મીનાબેન પાઠક,આરોગ્ય કાયઁકર કિરીટસિંહ ચૌહાણ,નીશાબેન મારૂ,આશાફેસી પરમારબેન ,આશા બહેનો-આગણવાડી સુપરવાઈઝર હેમાબેન દવે,આચાર્યશ્રી હસમુખભાઈ પટેલ તથા સ્ટાફે પ્રાસંગિક ઉદબોધન કરેલ.આભારવિધિ પ્રકાશભાઈ દ્રારા કરાયેલ.આમ જનજાગૃતિ માટે આયુષ્માન ભારત અને મચ્છર જન્ય રોગચાળો-પાણી જન્ય રોગચાળા અટકાયતી પગલા લેવાયા હતા.