સમી સાંજના ૬ વાગ્યા આસપાસ પરિવારના અન્ય સભ્યો સાથે મિસ્ત્રી યુવક ન્હાવા પડ્યો તે વેળાએ ડૂબી જતાં મોત થયું, અરેરાટી

સલીમ બરફવાળા
ઉમરાળાના વાંગદ્દા ગામે એક મિસ્ત્રી યુવક કાલુભારમાં ડૂબી જવાથી મોત થતા મોડી સાંજના સમયે નાનકડા વાંગદ્દા ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે હજુ ચાર દિવસ પહેલા વલ્લભીપુરના દેવીપૂજક સમાજના ખેત મજૂરો બપોરનું ભોજન લીધા બાદ નજીકમાં રહેલી ચાડા ગામે પાસેથી પસાર થતી કેરી નદીમાં નાહવા પડ્યા હતા. તે વેળાએ પાણીનો પ્રવાહ વધુ હોવાથી નાહવા પડેલા તમામ લોકો લાગતા સ્થાનિક તરવૈયાઓની મદદથી 5 ને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે પાંચ લોકોનાં મોત થયા હતા તે ઘટના હજુ અહીંના વિસ્તારના લોકોના માનસપટ પરથી દૂર થઈ નથી ત્યાં ફરી ઉમરાળાના વાંગદ્દા ગામે યુવક ડૂબી જવાની કરુણ ઘટના બની છે બનાવની વિગત એવી છે કે ઉમરાળા તાલુકાના વાંગદ્દા ગામે રહેતા રાજુભાઇ મિસ્ત્રી નામના યુવક પરિવારના સભ્યો સાથે કાલુભાર નદીમાં ન્હાવા પડ્યા હતા તે વેળાએ ડૂબી જતાં મોત નીપજ્યું હતું સ્થાનિક લોકોની મદદથી જેનો મૃતદેહ નદી માંથી મળી આવ્યો હતો બનાવને લઈ ઉમરાળા પોલીસ કાફલો દોડી ગયો હતો અને લાશને કબ્જે લઈ પીએમ અર્થે ખસેડવામાં આવી હતી યુવકના મૃત્યુ થી પરિવારજનો પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું.