
બ્રિજેશ ગૌસ્વામી
સિહોરમાં મોઢ ચાતુર્વેદી નો ભાદરવા સુદ ત્રીજ નિમિતે સામવેદી બ્રાહ્મણો એ સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ માં જ્ઞાતિના લોકોએ સાથે મળીને વૈદિક મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલી હતી. આચાર્ય પદે ઋતુરાજભાઈ શાસ્ત્રી દ્વારા વૈદિક વિધિ કરાવીને જનોઈ ધારણ કરાવી હતી. યજ્ઞોપવિત ધારણ કર્યા બાદ ઉપસ્થિત જ્ઞાતિજનો એ સમૂહ માં બ્રહ્મભોજન લીધું હતું.