સિહોરના ગુંદાણા નંદનવન સોસાયટીના રહીશો વિતરણ થયેલું પાણી બાટલમાં ભરી પાલિકાએ પોહચ્યા, અમે પીઇ શકીએ તેમ નથી તમે પીઇ ને બતાવો..જવાબદાર અધિકારીને રહીશોએ મોઢા મોઢ કીધું
તંત્ર નાગરિકો પર ઝેરનાં પારખા કરી રહી છે, કરોડાના ખર્ચે બનેલ ફિલ્ટર પ્લાન્ટ એક પણ વખત શરૂ થયો નથી આનાથી કબનસીબી બીજી કઈ

દેવરાજ બુધેલીયા
આ વર્ષે કુદરત મહેરબાન થયો છે જેના કારણે સિહોરનું જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવ ત્રણ ત્રણ વખત ઓવરફલો થયું છે અને વર્ષો પછી શહેરની મુખ્ય પાણીની સમસ્યા હલ થઈ છે હાલ પ્રાથમિક જાણકારી મુજબ તંત્ર દ્વારા મહિ પરીએજનુ પાણી બંધ કરી ગૌતમેશ્વર તળાવમાંથી શહેરને પાણી વિતરણ કરીને પૂરું પાડવામાં આવે છે ડાયરેકટ ફીલ્ટર્ડ કર્યા વગરના પાણીનુ વિતરણ કરવામાં આવતું હોવાની ચર્ચાઓ જાગી છે ઘણા સમય પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ફિલ્ટર પ્લાન્ટ એક પણ વખત શરૂ થયો નથી કરોડો રૂપિયાના ખર્ચે બનેલ પ્લાન્ટ ધૂળ ખાઈ છે અને બીજી બાજુ શહેરમાં દુર્ગંધ અને ખરાબ પાણી વિતરણ થતું હોવાની ફરિયાદો વ્યાપક બની છે આજે સિહોરના ગુંદાણા નંદનવન સોસાયટી વિસ્તારના રહીશો વિતરણ થયેલું પાણી બોટલમાં ભરીને પાલિકા કચેરી પોહચી રજુઆત કરી હતી રહીશોએ જ્યાં હાજર જવાબદાર અધિકારીને પાણીની બોટલ સુપ્રત કરી અમે નહિ પીઈ શકતા તમે પિઈ શકો તો જોવો.. આવું અધિકારીને રહીશોએ મોઢા મોઢ કહી દીધું હતું અને અને પોતાના વિસ્તારમાં દુર્ગંધ અને ખરાબ પાણી વિતરણ થતું હોવાની રોષ સાથે ફરિયાદ કરી હતી બીજી તરફ શહેરના લોકો રોગચાળાના ભરડામાં સપડાઇ રહ્યા છે. આ દુષિત પાણીના પ્રશ્ને તંત્ર વહેલી તકે નહિ જાગે તો રોગચાળો સિહોરને ભરડો લઇ લેશે તેવી ભીતિ સેવાઇ રહી છે પાણીજન્ય રોગો થવાની દહેશત ઉભી થવા પામેલ છે.