સિહોર એલડી મુનિ ગ્રાઉન્ડમાં જે જે મહેતા સ્કૂલ વિદ્યાર્થીનીઓ દ્વારા રાસની રમઝટ, ભવ્ય આયોજન

આજે સમી સાંજે એલડી મુનિ સ્કૂલ ગ્રાઉન્ડમાં યોજાયેલ રાસ ગરબામાં સૌ કોઈ ઝૂમયા, ડીજે ના તાલે રાસ ગરબાની રમઝટ ચાલી

દેવરાજ બુધેલીયા
સમગ્ર ગોહિલવાડ પંથકમાં નવરાત્રી મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સિહોર શહેરમાં નવરાત્રી રાસ ગરબાનાં અનેક જાહેર આયોજનો થયા છે અદ્યતન ઓરકેસ્ટ્રા અને લાઈટ-સાઉન્ડનાં સથવારે રાસ-ગરબાની રમઝટ ચાલી રહી છે. નવરાત્રીનાં અગાઉના બે ચાર દિવસ વરસાદી વાતાવરણ બાદ વિરામથી હવે ખેલૈયાઓએ મન મૂકી ધરાને ધ્રૂજાવી દે છે અસંખ્ય સ્થળો પર રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરાયેલ છે. જેમાં બહેનો રાસ-ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે .આજે સિહોરના એલડી મુનિ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આજે જે જે સંસ્થા દ્વારા બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અદ્યતન, ઓરકેસ્ટ્ટા લાઈટ સાઉન્ડના સથવારે વિદ્યાર્થીનીઓ દ્વારા ટ્રેડીશ્નલ વસ્ત્રોથી સજજ થઈ રાસની રમઝટ બોલાવી હતી. અહીં નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી, બાબાકાકા, ભરતભાઈ મલુકા, શ્રીકાંતભાઈ દેસાઈ, પ્રીતિપાલસિંહ ગોહિલ, મિલન કુવાડિયા રવિભાઈ બારૈયા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા વરસાદના વિરામથી શહેરમાં ઠેર-ઠેર માતાની આરાધના સાથે પ્રાચીન તેમજ અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયાઓ મન મૂકી ધરાને ધ્રુજાવવા અને રાસમાં મશગૂલ બની ભારે જમાવટ કરી રહ્યા છે. શહેરમાં પ્રોફેશનલ અને જાહેર એમ બન્ને પ્રકારના રાસ ગરબાના આયોજનોમાં ખેલૈયાઓએ રંગ જમાવ્યો છે. શેરીઓ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠી છે અને ખેલૈયાઓ સંગીતના સૂરના સથવારે દાંડિયા રાસમાં એક રસ થઇ ગયા છે. શહેરની અનેક ગલીઓ અને શેરીઓ ફરી પાછી રંગોની રોશનીથી સજી ઊઠી છે અને સંગીતનાં સૂર ગૂંજી ઊઠયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here