ભાવનગર એસ.એન.ડી.ટી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન.

વર્ષ ૨૦૧૨ માં આ કોલેજની માન્યતા રદ કરતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

આજદિન સુધી આ અંગેનો નીવડો સરકારના પ્રતિનિધિઓ લાવી શક્યા નથી.

જેનો ભોગ વિદ્યાર્થીનીઓ બની રહી છે અને તેમની ડીગ્રીઓ અમાન્ય ગણવામાં આવી રહી છે.

બેટી બચાઓ-બેટી પઢાઓ ના સુત્રના લીરા ઉડાડતી ઘટના, અંધકારમય તરફ જતા જીવનમાં ઉજાસ ની માંગ કરતી વિદ્યાર્થીનીઓ

સલીમ બરફવાળા
વર્ષ ૨૦૧૨ માં જેની માન્યતા રદ કરી દેવામાં આવી છે તેવી ભાવનગર ખાતેની એસ.એન.ડી.ટી મહિલા કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા તેમની કોલેજની ડીગ્રી અમાન્ય ગણાવતા આજે રોષે ભરાય હતી અને રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. કોલેજની ડીગ્રી અમાન્ય થવાના કારણે તેની અસર ૨૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીનીઓ પર પડી રહી છે . એક તરફ સરકાર બેટી બચાઓ બેટી પઢાઓ ની વાતો કરે છે જયારે બીજી તરફ બે રાજ્યોની યુનિવર્સીટી ની આપસી સમજુતીમાં વિદ્યાર્થીનીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વિદ્યાર્થીનીઓ દ્વારા તેમની કોલેજની ડીગ્રીઓ ને માન્યતા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજે મોટી સંખ્યામાં એસ.એન.ડી.ટી ની વિદ્યાર્થીનીઓ આજે કોલેજની બહાર રોડ પર ઉતરી આવી હતી અને થોડી વાર માટે રસ્તો ચક્કાજામ કરી દીધો હતો અનેર સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી તેના અંધકારમય તરફ જતા જીવનમાં ઉજાસ ની માંગ કરી હતી આ બનાવને પગલે પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને વિદ્યાર્થીનીઓ ને સમજાવી વાતચીત ના માધ્યમથી ન્યાય ની માંગ કરવા કહ્યું હતું. જયારે કોલેજના પ્રાધ્યાપક પણ ત્યાં હાજર હોય તેમેણે પણ આ બાબતે કહ્યું કે તેઓ પણ આ વિદ્યાર્થીનીઓ સાથે જ છે અને શિક્ષણમંત્રી સાથે આ અંગે ની વાતચીત શરુ છે અને આ વિદ્યાર્થીનીઓ જે ડીગ્રી અમાન્ય અંગેનો પ્રશ્ન છે તેમાં ન્યાય મળે તે બાબતે કોલેજ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજની આ ઘટના પરથી અનેક સવાલો ઉભા થયા છે જેમાં સૌથી મહત્વનો સવાલ એ છે કે જો કોલેજ પાસે વિવિધ કોર્ષની માન્યતા જ ના હતી એટલેકે તેને રદ કરી દેવામાં આવી છે તો આજદિન સુધી અભ્યાસ કરાવ્યો કઈ રીતે અને પરિમાણો સુધી યુનિવર્સીટી દ્વારા કોઈ કેમ પગલા ભરવામાં ના આવ્યા. હવે કારણ જે પણ હોય પરંતુ એક તરફ સરકાર બેટી બચાઓ બેટી પઢાઓ ની વાતો કરે છે જયારે બીજી તરફ બે રાજ્યોની યુનિવર્સીટી ની આપસી સમજુતીમાં વિદ્યાર્થીનીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વિદ્યાર્થીનીઓ દ્વારા તેમની કોલેજની ડીગ્રીઓ ને માન્યતા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here