
દેવરાજ બુધેલીયા
એક તરફ દસના સિક્કા અને પાંચની નોટોએ વેપાર ધંધાઓમાં ભારે મુશ્કેલી ઉભી કરી છે અને વેપારીઓ પણ આ મામલે ભારે હાલાકી ભોગવી રહ્યા છે જ્યારે ત્રણ ચાર દિવસ પહેલા જ અનેક ફરિયાદોના આધારે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા આદેશો જારી કરાયા હતા કે પાંચની નોટો અને દસના સિક્કાઓ નહિ સ્વીકારનાર સામે ફોજદારી કાર્યવાહીના આદેશ જાહેર કરાયા હતા બજારોમાં દસના સિક્કા અને પાંચની નોટોના મામલે ગ્રાહકો અને વેપારીઓમાં ભારે રકજક થતી જોવા મળે છે જોકે રિઝર્વ બેન્ક દ્વારા આવી ચલણી નોટો કે સિક્કા અમાન્ય હોવાની જાહેરાત કરેલ નથી અને તેજ બાબતોને લઈ ત્રણ ચાર દિવસ પહેલા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા પણ આદેશો કરીને નોટો અને સિક્કાઓ નહિ સ્વીકારનાર સામે કાર્યવાહી કરવાની રહેશે જેની અખબારો દ્વારા પણ નોંધ લેવાઈ હતો જોકે આજે સિહોર એસબીઆઈ શાખા દ્વારા ગ્રાહક પાસેથી દસના સિક્કા લેવાની ના કહેતા અહીં કલેકટરના આદેશોનું અપમાન થયું હતું અવગણના થઈ હતી જેને લઈ લોકોમાં અનેક સવાલો સાથે ચર્ચાઓ જાગી હતી જોકે ગ્રાહકે મીડિયાનો સંપર્ક કર્યો હતો અને બાબતની વિગતો જણાવી હતી મીડિયા સિહોર એસબીઆઈ બેન્ક પર રૂબરૂ જઈ મધ્યસ્થી કરીને એક મીડિયાના જવાબદાર તરીકેની ભૂમિકા અદા કરીને ગ્રાહક અને બેન્ક અધિકારી વચ્ચે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો અને આખરે સિહોર એસબીઆઈ દસના સિક્કાનો સ્વીકાર કર્યો હતો