
આધેડનો મૃતદેહને બહાર કાઢવા કુવામાંથી પાણી ખાલી કરવું પડયું, તંત્રએ અડધી રાત સુધી કામગીરી કરી
હરેશ પવાર
ગઈકાલે રવિવારે સિહોર તાલુકાના સોનગઢ નજીકના કાટોડીયા ગામની સીમમાં લગભગ સવારના સમયે ૧૦૦ ફુટથી પણ વધુ ઊંડા પાણીના કુવામાં ખાબકી જતાં એક આધેડનું મૃત્યું થયું હતું સ્થાનિકો દ્વારા બનાવની જાણ તંત્રને કરાતા સિહોર પાલિતાણા અને ભાવનગર ફાયરબિગ્રેડના સ્ટાફે દોડી જઈ કલાકો અને અડધી રાત સુધીની જેહમત બાદ મૃતદેહને કુવામાંથી બહાર કાઢયો હતો. સિહોર સોનગઢ નજીકના કાટોડીયા ગામે રહેતા બુધાભાઈ માવજીભાઈ બાબરિયા(ઉ.વ.૫૦)નામના આધેડ રવિવારે સાંજના ૬ વાગ્યાના આરસા દરમિયાન સવારના સમયે સીમમાં આવેલા ૧૦૦ ફુટથી વધુ ઊંડા પાણીના કુવામાં અકસ્માતે પડી ગયા હતા.આ ધટના અંગે સ્થાનિક ગ્રામજનોએ તંત્રને જાણ કરતા સિહોર સહિત ભાવનગર અને પાલિતાણા ફાયર બ્રિગેડના સ્ટાફને વાકેફ કરી કાટોડીયા ગામે રવાના કયાઁ હતાં દરમિયાનમાં કુવાની અંદર પાણી વધુ પ્રમાણમાં ભરેલું હોય આધેડની શોધખોળ માટે સિહોરના વળાવડ ગામેથી મોટર પંપ લાવીને કુવામાંથી થોડું પાણી ખાલી કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ફાયર સ્ટાફે કલાકોની જહેમત બાદ બુધાભાઈ બાબરિયાનો મૃતદેહ કુવામાંથી બહાર કાઢ્યો હતો.ધટનાની જાણ થતાં સોનગઢ પોલિસનો કાફલો પણ કાટોડીયા ગામે દોડી ગયો હતો.