સિહોર ભાવનગરથી કારગિલ સુધી બાઇક લઈને કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા સિહોરના બે સહિત આઠને સ્વતંત્રતાન પર્વે મંત્રીના હસ્તે સન્માનીત કરાયા

હરીશ પવાર
સિહોર હોમગાર્ડ યુનિટના બે જવાનો સહિત જિલ્લાના આઠ જવાનોને મંત્રીના હસ્તે સન્માનીત કરાયા છે
ભાવનગર જીલ્લા હોમગાર્ડ કમાન્ડની શંભુસિંહ સરવૈયા ની પ્રેરણાથી સિહોરના બે સહિત ભાવનગર શહેર યુનિટનાં ૬ કુલ મળી કુલ ૮ હોમગાર્ડ અધિકારી તથા જવાનોને સ્વતંત્રતા પર્વે મંત્રી ભુપેદ્રસિંહના હસ્તે સન્માનીત કરાયા હતા સિહોર ભાવનગર થી કારગીલ સુધી બાઈકરેલી સ્વરૂપે ગત મહિને ભાવનગર રેન્જના નાયબ પોલીસ નીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ ના હસ્તે પ્રસ્થાન કરાવવા આવેલ જે બાઈકરેલી સિહોર ભાવનગર થી અંબાજી, જેધપુર, બીકાનેર, શ્રી ગંગાજગ્યા, અમૃતસર,પઠાનકોટ થી જમ્મુ, શ્રી નગર,થી કારગીલ પોહચી હતી આ રેલી ૫૭૦૦ કિલોમીટરનું અંતર કાપીને જેમાં કેટલાક ખતરનાખ પહાડી વિસ્તારમાંથી આ રેલી પસાર થઈ હતી જે રેલીનાં ટીમ ના તમામ સભ્યો સ્વતંત્રતા પર્વે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા નાં હસ્તે સિદસર નાં શામપરા ખાતે સન્માન કરવામાં આવ્યા હતા