
દેવરાજ બુધેલીયા
સરકારી કચેરીઓમાં નાના-મોટા તહેવારની જાહેર રજા આવતી હોય છે તેથી કર્મચારીઓને જલ્સા પડી જતા હોય છે અને ઘણીવાર સળંગ રજા આવતા સરકારી કચેરીઓમાં મીની વેકેશન પડી જતુ હોય છે, આવુ જ ચિત્ર દિવાળી પર્વમાં જોવા મળી રહ્યુ છે. હાલ દિવાળી પર્વ શરૂ થઈ ગયુ છે અને દિવાળી પર્વમાં સરકારી કચેરીઓમાં સળંગ છ દિવસનુ મીની વેકેશન પડી જશે તેથી કર્મચારીઓને જલ્સા પડી જશે. સિહોર શહેર અને જિલ્લામાં આવતીકાલ તા. 26 થી 31 ઓકટોબર દરમિયાન નગરપાલિકા, તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ સહિતની સરકારી કચેરીઓ જાહેર રજાના કારણે બંધ રહેશે, જેમાં 26મીએ ચોથો શનિવાર, 27મીએ રવિવારને દિવાળી પર્વ છે, 28મીએ સોમવારને બેસતુ વર્ષ છે અને 29મીએ મંગળવારને ભાઈબીજની જાહેર રજા છે તેથી તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે.