સિહોર શહેરમાં અનેક કાર્યક્રમો, જિલ્લાના પ્રસિદ્ધ સ્થળોએ મેળાવડો જામશે

બ્રિજેશ ગૌસ્વામી
આવતીકાલે શરદ પુનમનાં દિવસે રાત્રીનાં સમયે સિહોર શહેરમાં અનેક સ્થળો પર રાસ ગરબા અને દાંડીયારાસના આયોજનો થયા છે સાથે સાથે જોવાલાયક સ્થળોએ લોકો પુનમની શીતળ ચાંદની માણવા માટે નીકળશે. તેમજ ઉંધીયું દહીવડા સહિતની વાનગીઆે ઝાટપશે. જિલ્લાનાં ઘણાં વિસ્તારોમાં શરદ પુનમની રાતનું આગવું મહત્વ છે. આપણા એક લોકગીતમાં પણ લખ્યું છે કે, ‘શરદ પુનમની રાતડીને કોઇ ચાંદો આકાશ રે’ બસ આ રીતે શરદ પુનમનું મહત્વ છે. આસો સુદ પુનમને શરદ પુનમ તરીકે મનાવવાની પરંપરા વર્ષોથી ચાલે છે. તે દિવસે મીઠાઇ અને ફરસાણવાળા ઉંધીયાનાં ખાસ કાઉન્ટરો ઉભા કરે છે જો કે, આ વખતે શાકભાજીનાં ભાવ આસમાને હોવાનાં કારણે લોકોને ગત વર્ષ કરતાં ઉંધીયાનાં ભાવ વધુ ચુકવવા પડે તેવી સ્થિતિ છે. આમ, છતાંય લોકો તમાચો ખાઇને ગાલ લાલ રાખવા ટેવાયેલા હોવાથી ઉંધીયું તે ઝાપટશે જ તે નિશ્ચિત છે તેમજ ગૌતમેશ્વર ખાતે પુનમની શીતળ ચાંદનીની મોજ માણવા ઉમટી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here