
દેવરાજ બુધેલીયા
ગુજરાત કિસાન ક્રાંતિ ટ્રષ્ટએ ખેડૂત માટેની સંસ્થા છે વર્ષોથી આ સંસ્થા કાર્યરત છે ખેડૂતોને લગતા પ્રશ્નો અને સમસ્યા સરકાર અને તંત્ર સુધી રજૂઆતો અને આવેદનોના માધ્યમોથી પોહચાડે છે જે ટ્રષ્ટની પ્રદેશ કાર્યાલયનો સિહોર ખાતે પ્રારંભ થયો છે આજે સિહોરના જેબી પંડ્યા છાત્રાલય ખાતે પ.પૂ.સંત કમલેશ્વરબાપુ “શિવ શકિત સદગુરુ આશ્રમ,કરમદિયા” અને પ.પૂ.સંત તાપડિયા બાપુ “ગણેશ હનુમાનજી આશ્રમ, બેકડી” ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવ્યું છે ખાસ કરીને હવે સ્થાનિક ખેડૂતોના પ્રશ્નો અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ તાકીદે દૂર થશે આજના ખાસ દિવસે પ્રદેશ કક્ષાના ખેડૂત આગેવાનો સાથે સ્થાનિક આગવવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..